લાંચિયા લોકો સામે તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવતી હિય છે, તેમ છતાં ઘણા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં EPFOના એન્ફોર્સમેન્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા. આરોપીઓએ EPF સંબંધિત કામો માટે લાંચની માંગ કરી હતી.ત્યારે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલારમાં CBIની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં EPFOના એન્ફોર્સમેન્ટ ઓફિસર સહીત ત્રણ શખ્સો રૂપિયા 1.10 લાખની લાંચ લેતા ઝડપાયા છે. પેઢીના પેન્ડીંગ PFની ફાઈલ ક્લીયર કરાવવા લાંચની માંગણી કરી હતી ત્યારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, CBIએ ફરિયાદના આધારે આરોપી EPFO જામનગરના એન્ફોર્સમેન્ટ ઓફિસર અને દેવભૂમિ દ્વારકાના મીઠાપુરના કન્સલ્ટન્ટ સામે કેસ દાખલ કર્યો છે. તેમના વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ મીઠાપુર ખાતેની ખાનગી કંપનીને અકુશળ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ EPF સંબંધિત મુદ્દાઓ માટે લાંચની રકમની માંગણી કરી હતી.