ભાવનગરના ચેતન સાકરિયાને લાગી ‘લોટરી’: કોલકાતા ટીમમાં મળ્યું સ્થાન, સ્ટાર બોલર થયો બહાર
કોલકાતા નાઈટ રાઈડસે આઈપીએલ-૧૮ માટે ઉમરાન મલિકની જગ્યાએ ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કર્યો હતો. ઉમરાન ઈજાગ્રસ્ત હોવાથી આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. ભાવનગરના ચેતન સાકરિયાએ એક વન-ડે અને બે ટી-૨૦ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તો ૧૯ આઈપીએલ મેચ રમી છે જેમાં તેના નામે ૨૦ વિકેટ છે.
ડાબા હાથના મીડિયમ ફાસ્ટ બોલર સાકરિયાને ૭૫ લાખ ચૂકવી કેકેઆરે ટીમમાં સામેલ કર્યો હતો. સાકરિયા પાછલા વર્ષે પણ કેકેઆરમાં જ હતો પરંતુ એક પણ મેચ રમવા મળી ન્હોતી. મેગા ઑક્શન પહેલાં ફ્રેન્ચાઈઝીએ P તેને રિલિઝ કરી દીધો હતો. આ પહેલાં પ ચેતને આઈપીએલમાં 181 રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સવ ત 1 મ ચ રમી છે.
IPL 2025 માટે KKR ટીમ
IPL 2025 માટે KKRની ટીમમાં રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમણદીપ સિંહ, વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી. કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, એનરિક નોર્ટજે, અંગક્રૃષ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોનસન, લવનીથ સિસોદિયા, અજિંક્ય રહાણે, અનુકુલ રોય, મોઈન અલી, ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે.