છાત્રાઓને બીભત્સ વીડિયો બતાવી છેડતી કરતા લંપટ શિક્ષકની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ
શહેરમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના વાછાકપર બેડી પ્રાથિમક શાળા બની હતી. અહીં અભ્યાસ કરતી ૧૦-૧૨ વર્ષની વિધાર્થીઓને બીભત્સ વિડીયો બતાવી શિક્ષકે છેડતી કરી હતી. આ અંગે ગુનો નોંધાતા પોલીસે આરોપી કમલેશ અમૃતયાની ધરપકડ કરતા જેલમુક્ત થવા કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.
આ કેસની હકિકત એવી છે કે, વાછકપર બેડી ગામમાં આવેલ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે પરત બજાવતા આરોપી કમલેશ અમૃતયા ફરિયાદી અને સાહેદોની ૧૦-૧૨ વર્ષની દીકરીઓને પોતાના મોબાઈલમાં બીબસ્ત વીડીયો બતાવ્યા બાદ તમામન કપડા ઉતારવી દઈ છેડતી કરી હતી. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીનીઓએ વાલીને જાણ કરતા પોલીસમાં પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી શિક્ષક કમલેશ અમૃતિયાની ધરપકડ કરીને ખેલ હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ મળેલા પુરાવાના આધારે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
જે બાદ આરોપીએ જેલમુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.જે ચાલવા પર આવતા સરકાર વકીલ દ્વારા જામીન અરજીનો વિરોધ કરી દલીલ કરી હતી કે, સમાજમાં શિક્ષકને એક ઉચ્ચ સ્થાન આપવામાં આવેલ છે અને આવા ઉચ્ચ સ્થાન ઉપર રહી આવા વ્યકિતઓ જો આવા ગુના આચરે તો તેમને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં તેથી આરોપીને જામીન આપવા જોઈએ નહીં. જો તેને જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ફરી આવા ગુના આચરશે તેથી આરોપીની જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી જે તમાકુવાળાએ આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશ પીપળીયા રોકાયેલ હતા.