Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા 500 અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનો જોડાશે

Mon, August 24 2026

રાજ્યમાં હવે ૨૪ કલાક કુલ 1000 જનરક્ષક વાહનો ઇમરજન્સી સેવા માટે કાર્યરત રહેશે

ઘટના સ્થળની સૌથી નજીક ઉપલબ્ધ જનરક્ષક વાહન તાત્કાલિક પહોંચીને સેવા આપશે

અત્યાધુનિક ટેક્નોલોજી અને CAD સિસ્ટમથી સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ઘટીને ૧૦:૪૯ મિનિટ થયો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા સચિવાલય ખાતેથી વધુ ૫૦૦ જનરક્ષક વાહનનું ફ્લેગ ઓફ કરાશે

ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે

રાજ્યના નાગરિકોની ઝડપી સુરક્ષા અને સેવા માટે ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તા.૨૫ ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસને ૫૦૦ નવા અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનો સમર્પિત કરવામાં આવશે.

રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં વધુ ૫૦૦ નવા જનરક્ષક વાહનો કાર્યરત કરવામાં આવશે. આ નવા વાહનો સાથે હવે સમગ્ર રાજ્યમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ જનરક્ષક વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે ઉપલબ્ધ થશે.

જનરક્ષકના અમલીકરણના માત્ર ૧૧ માસના ટૂંકા ગાળામાં આ સેવામાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સીમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૬.૭૪ લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક સેવા અપાઈ છે.

આધુનિક ૧૫૦ બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD-કમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૨૭ મિનિટથી ઘટીને ૧૦:૪૯ મિનિટ થઈ ચૂક્યો છે. નવા વાહનો અને ટેક્નોલોજીથી આ સમયમાં હજુ વધુ ઝડપી બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ચામાં ખાંડ નાખીએ કે વાહનની ટાંકીમાં?

હવે સરહદની સીમાઓ બાધારૂપ ન બને તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ અમલી બનાવી ઘટના સ્થળથી સૌથી નજીક ઉપલબ્ધ PCRને રવાના કરવામાં આવશે.

ડાયલ ૧૧૨ અંતર્ગત પોલીસ (૧૦૦), એમ્બ્યુલન્સ (૧૦૮), ફાયર (૧૦૧), મહિલા હેલ્પલાઇન (૧૮૧), ચાઇલ્ડ હેલ્પલાઇન (૧૦૯૮) તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન (૧૦૭૦) ઉપરાંત ટ્રાફિક હેલ્પલાઇન જેવી વિવિધ ઇમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે.

નવા જનરક્ષક PCR વાહનોની મુખ્ય વિશેષતાઓ:

૨૪x૭ કામગીરી માટે વાહનો AC યુક્ત તેમજ સેફ્ટી ગ્રીલ/પ્રોટેક્ટિવ સ્ટ્રક્ચરથી સજ્જ.

રિયલ-ટાઇમ માહિતી માટે Mobile Data Terminal (MDT) અને GPS વ્હીકલ ટ્રેકિંગ.

ઇમરજન્સી લાઇટ બાર વિથ સાયરન, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ (PAS), ફાયર એક્સટિંગ્યુશર, ફર્સ્ટ-એઇડ કીટ અને સર્ચ લાઇટ ટોર્ચ.

સ્ટાફ માટે બોડી-વોર્ન કેમેરા, હેલ્મેટ, પ્રોટેક્ટિવ ગિયર અને ડેશ કેમ.

દરેક વાહન પર ૨૪x૭ ફરજ માટે ૧ ASI/HC + ૨ કોન્સ્ટેબલ + ૧ ડ્રાઇવર તૈનાત રહેશે.

Share Article

Other Articles

Previous

નેપાળના ‘ Gen-Z ‘ હીરો બાલેન શાહથી પ્રજાનો મોહભંગ: 150 દિવસના શાસનનું ચિત્ર કેવું રહ્યું?

Next

ચામાં ખાંડ નાખીએ કે વાહનની ટાંકીમાં? 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
કૉકરોચ જનતા પાર્ટીનું 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટ પર ધરણાં અને વિરોધ માર્ચનું એલાન
5 મિનિટutes પહેલા
ભાવનગર લઠ્ઠાકાંડ: મધ્ય પ્રદેશથી રો-મટીરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી સહિત 13 વધુ આરોપી ઝડપાયા, કુલ આંકડો 27 પર પહોંચ્યો
24 મિનિટutes પહેલા
નેપાળના ‘ Gen-Z ‘ હીરો બાલેન શાહથી પ્રજાનો મોહભંગ: 150 દિવસના શાસનનું ચિત્ર કેવું રહ્યું?
41 મિનિટutes પહેલા
નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા 500 અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનો જોડાશે
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3514 Posts

Related Posts

દારૂ પી તરતા આવડે છે કે નહિ તે જાણવા નદીમાં ઝપલાવ્યું,એકનું મોત
રાજકોટ
3 વર્ષ પહેલા
દિલ્હીમાં ત્રણ માળનું મકાન ધારાશાયી : 15થી વધુ લોકો દટાયાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આંધ્રમાં નાયડુ સરકારના 45 દિવસના 36 રાજકીય હત્યા: જગન મોહન રેડ્ડી
નેશનલ
2 વર્ષ પહેલા
રાજસ્થાનમાં શું બની કરૂણ દુર્ઘટના ? કોના મોત થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર