Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

ખૂબ અપમાનિત અને હડધૂત થઇને 33 ગુજરાતીઓ અમેરિકાથી વતન પરત ફર્યા : એરપોર્ટ પર જોવા મળ્યા ભાવુક દ્રશ્યો

Thu, February 6 2025


અમેરિકાથી લશ્કરી વિમાનમાં બેસાડીને ભારત પરત મોકલી દેવાયેલા તમામ 33 ગુજરાતીઓ ગુરુવારે સવારે 6:15 મિનિટે અમદાવાદ આવી પહોંચ્યા હતા.  એ તમામ લોકોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જે તે જિલ્લાઓની પોલીસ દ્વારા તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. ખૂબ અપમાનિત અને હડધૂત થઇને પરત ફરેલા મોટાભાગના લોકોએ તેમના ચહેરા છુપાવવાની કોશિશ કરી હતી. કેટલાક લોકો રડી પડ્યા હતા. ઉતારુઓને પોલીસ દ્વારા કોર્ડન કરીને એરપોર્ટની બહાર લાવવામાં આવ્યા હતા. આ બધાનું તેમના ઘરે પરિવારજનો સાથે મિલન થયું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હવે એ બધાની સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.



અમેરિકાથી ગેરકાયદે ભારતીય વસાહતીઓને લઈ અને

આવેલું વિમાન બુધવારે અમૃતસર એરપોર્ટ પર ઉતાર્યું હતું. ત્યાંથી 33 ગુજરાતી લોકોને ઇન્ડિગોની ફ્લાઈટ દ્વારા સવારે 6:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. એ પૂર્વે અમદાવાદની સ્થાનિક પોલીસ, એલસીબી, આઈબી અને એસઓજીના જવાનોનો જંગી કાફલો એરપોર્ટ પર ખડકી દેવામાં આવ્યો હતો. પ્લેનમાંથી બહાર આવેલા તમામ લોકોને ડોમેસ્ટિક લોન્જ પાસે રોકવામાં આવ્યા હતા. આઈબી દ્વારા તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે બધાના પાસપોર્ટ તેમજ કોન્ટેક નંબર ની ખરાઈ કરી હતી. સાથે જ જે તે જિલ્લાની પોલીસ પણ એરપોર્ટ પર તૈનાત કરી દેવામાં આવી હતી.

પોલીસે કોર્ડન કરીને એક પછી એક વ્યક્તિને બહાર કાઢી હતી. તે સમયે તેમની સાથે વાત કરવાના પત્રકારોના પ્રયાસ અસફળ રહ્યા હતા.બાદમાં તમામ લોકોને જે તે જિલ્લાની પોલીસને સોંપણી કરવામાં આવી હતી અને એ પોલીસના વાહનોમાં જ બધાને તેમના વતનના ઘર સુધી લઈ જવામાં આવ્યા હતા. પરત ફરેલાઓમાં બે બાળકો સાથેનો એક પરિવાર પણ હતો. અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્ન ભાંગી પડ્યા બાદ પરત આવેલી એક યુવતી જોરદાર આંસુએ રડી પડી હતી.



અમદાવાદ એચ ડીવીઝન ના એસપી આર. ડી. ઓઝાના જણાવ્યા અનુસાર કોઈની તાત્કાલિક પૂછપરછ કરવામાં આવી ન હતી. ઘરે પહોંચી ગયેલા લોકોની હવે જે તે જિલ્લાની પોલીસ પૂછપરછ કરશે.અમેરિકાથી પરત ફરેલા લોકોમાં સૌથી વધારે 14 વ્યક્તિ ગાંધીનગરની હતી. એ ઉપરાંત મહેસાણાના નવ પાટણના 4, અમદાવાદના 2 તથા બનાસકાંઠા, વડોદરા, આણંદ, અને ભરૂચની એક એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

હાથકડી પહેરાવવાને કારણે માનસિક હાલત ખરાબ: યુવતીના ભાઈનો દાવો

વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ નામની યુવતી ઘરે પહોંચી ત્યારે અત્યંત ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા. તેમના પરિવારજનો જોરદાર આંસુએ રડી પડ્યા હતા.  બીજી તરફ પુત્રી પરત આવી ગયા ની ખુશી પણ હતી. ખુશ્બુ પટેલ કઈ રીતે અમેરિકા પહોંચી તે અંગે કોઈ જાણકારી ન હોવાનું એ પરિવારના મહિલાએ જણાવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડી હતી. વિમાનમાં હાથકડી પહેરાવવાને કારણે તેની માનસિક હાલત ઠીક ન હોવાનું તેના ભાઈએ જણાવ્યું હતું.

મીડિયાને દૂર રખાયું

અમદાવાદ એરપોર્ટ ઉપર જંગી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. એક એક ઉતારુને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ એરપોર્ટની બહાર કાઢી જે તે જિલ્લાના પોલીસ વાહનોમાં બેસાડી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પત્રકારો પણ ઉપસ્થિત હતા પરંતુ તેમને પરત ફરેલા લોકોથી દૂર રાખવામાં આવ્યા હતા. મેણુંદ ગામે પોતાના ઘરે પરત ફરેલ કેતુલ પટેલ નામના યુવાનના ગભરાઈ ગયેલા પરિવારજનો એ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. એ જ રીતે ખોરાજ ગામે પરત ફરેલા કેતુલ દરજીના પરિવારજનોએ પણ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

Share Article

Other Articles

Previous

ગેરકાયદે પ્રવાસી ભારતીયો સાથે અયોગ્ય વ્યવહાર બારામાં અમેરિકી સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ, રાજ્ય સભામાં વિદેશ મંત્રી જયશંકરની ખાતરી

Next

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7મી ફેબ્રુઆરીએ જશે પ્રયાગરાજ : મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
8 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
8 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
9 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રાજકોટની ત્રણ સગીરાને ઉતર પ્રદેશ માંથી મુક્ત કરાવી
રાજકોટ
2 વર્ષ પહેલા
જૂના એરપોર્ટ બગીચાથી ભોમેશ્વર મંદિર સુધીના રસ્તેથી વાહનો પસાર થઈ શકશે
રાજકોટ
8 મહિના પહેલા
RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી : 6.5% રેપો રેટ રાખ્યો યથાવત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા કાલે રાજકોટમાં : પારેવડી ચોક ખાતે ભવ્ય સ્વાગત થશે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર