અજમેરની હોટલમાં લાગેલી ભીષણ આગમાં એક પરિવારના 3 સભ્યો જીવતા ભૂંજાયા : લાઠીમાં એકસાથે નીકળો જનાજો
અજમેરમાં હોટલમાં આગ લાગવાની ઘટના બની હતી. રાજસ્થાનના અજમેર શહેર ખાતે નાઝ હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અમરેલી જીલ્લાના ત્રણ લોકોના મોત થયા હતા. અમરેલી જીલ્લાના લાઠીના ત્રણ લોકોએ આગમાં જીવ ગુમાવ્યો હતો. લાઠીમાં રહેતા પતિ- પત્ની અને પુત્ર અજમેર શરીફ દર્શન કરવા માટે ગયાં હતાં. ત્યાં જે હોટલમાં રોકાયા તે હોટલમાં આગ લાગતા ત્રણેયના મોત નિપજયાં હતાં.
એસીમા બ્લાસ્ટ થવાને કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. અનેક લોકો જીવ બચાવવા માટે હોટલમાંથી બહાર કૂદી પડયા હતા. ત્યારે લાઠીના એક જ પરીવારના ત્રણ લોકોના મૌત થતા પરીવારજનોમા શોકનું મોજું ફરી વળ્યું હતું.
હોટલમાં આગ લાગતાં મોતને ભેટેલા લાઠીના એક જ પરિવારના ત્રણ સભ્યનો આજે લાઠીમાં જનાજો નીકળ્યો હતો. પહેલી મેના રોજ આગની દુર્ઘટનામાં માતા-પિતા અને પુત્રનાં મોત થયાં હતાં, જેમના મૃતદેહને આજે લાઠી લાવવામાં આવ્યા હતા અને દફનવિધિ કરવામાં આવી