વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટના ટીઆરપી ગેઈમઝોનમાં આગ લાગતાં ૨૭ માનવા જીંદગી હોમાઈ ગઈ હતી.જે બાદ ઘોર નિદ્રામાંથી જાગેલા તંત્રએ મહાપાલિકાના કેટલાક બેદરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ પર કાયદાનો ગાળિયો કસ્યો હતો અને અપ્રમાણસર મિલ્કતના કેસમાં તત્કાલીન ડે. ફાયર ઓફિસર ઠેબાની ધરપકડ કરી હતી. ત્યારે જેલમાંથી મુક્ત થવા તેને સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે.
મનપાના ફાયર વિભાગના પૂર્વ ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબાએ પોતાની સર્વિસના વર્ષ 2012થી 2024 દરમિયાન પોતાની સરકારી આવક કરતા 67.27 ટકા વધુ મિલકતો વસાવી હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ એસીબીએ વધુ તપાસ હાથ ધરતા ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા પાસેથી રૂ.79.94 લાખની અપ્રમાણસર મિલકત હોવાના તમામ પુરાવાઓ મળી આવ્યા હતા. જેથી અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધી તેને જેલ હવાલે કર્યો હતો. ત્યારે જેલમુક્ત થવા તેને પોતાના વકીલ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી.