રાજ્યસભા પેટાચુંટણી માટે કોણ છે ભાજપના ઉમેદવારો ? જુઓ
ભારતીય જનતા પાર્ટી એ રાજ્યસભા પેટાચૂંટણી 2024 માટે મંગળવારે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપે 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે આ યાદી બહાર પાડી હતી. કિરણ ચૌધરીને હરિયાણાથી અને રવનીત બિટ્ટુને રાજસ્થાનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
9 રાજ્યોની 12 રાજ્યસભા બેઠકો માટે 3જી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે પણ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. . એક અખબારી યાદી બહાર પાડીને પાર્ટીએ કહ્યું હતું
કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યોમાં યોજાનારી આગામી રાજ્યસભાની પેટાચૂંટણી માટે કેટલાક નામોને મંજૂરી આપી દીધી છે.
કયા રાજ્યમાંથી કોણ ઉમેદવાર છે?
આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારમાંથી મનન કુમાર મિશ્રા, હરિયાણાના કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશમાંથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ, ઓડિશામાંથી મમતા મોહંતા, રાજસ્થાનમાંથી સરદાર રવનીત સિંહ બિટ્ટુ અને ત્રિપુરામાંથી રાજીવ ભટ્ટાચાર્યને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. છે.