22 મહિના બાદ ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સંભાળશે સ્મિથ
મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા શ્રીલંકા પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન ટીમનું એલાન કરાયું હતું. ઑસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ બન્ને મેચ ગૉલ સ્ટેડિયમ પર રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમને શ્રીલંકાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્રણ સ્પીનરને ટીમમાં સ્થાન આપ્યું છે. જ્યારે નિયમિત ટેસ્ટ કેપ્ટન પેટ કમીન્સને આરામ અપાયો છે.
સ્મિથ આ પ્રવાસે ટીમની કમાન સંભાળશે. તે ૨૨ મહિના બાદ ટેસ્ટમાં ઑસ્ટે્રલિયન ટીમની કેપ્ટનશિપ કરશે. છેલ્લે તેણે માર્ચ-૨૦૨૩માં ટીમની કમાન સંભાળી હતી. ટીમમાં સ્મિથ ઉપરાંત શૉન અબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, ટે્રવિસ હેડ, જોશ ઈંગ્લીસ, ઉસ્માન ખ્વાજા, સૈમ કોંસ્ટાસ, મૈટ કુહનેમૈન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, નાથન મૈકસ્વિની, ટૉડ મર્ફી, મીચેલ સ્ટાર્ક અને બ્યૂ વેબસ્ટરને પસંદ કરાયા છે.