જાપાન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં સિંધુની એન્ટ્રી
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી.સિંધુએ વિશ્વની પાંચમા નંબરની ચીનની ખેલાડી હાન યૂને હરાવીને જાપાન ઓપન સુપર-૭૫૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. આ તેનું ચાલુ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. વિશ્વ રેન્કીંગમાં દસમા ક્રમે રહેલી ચીનની ખેલાડીને ૩૫ મિનિટમાં ૨૧-૧૬, ૨૧-૧૪થી પરાજિત કરી હતી.
આ પણ વાંચો: મેજર લીગ ટી-૨૦ ટૂર્નામેન્ટની એક જ મેચમાં પૂરન, સ્મિથ, ગૉસની સદી: ૫૧ છગ્ગા લાગ્યા
સિંધુએ ધીમી શરૂઆત બાદ પહેલી ગેમ વચ્ચે જ વાપસી કરી હતી. તેણે શટલથી સચોટ હિટ કર્યું અને રૈલીઓ ઉપર હાવી થઈને લીડ મેળવી હતી. આ પછી સિંધુએ બીજી ગેમમાં સંપૂર્ણ દબદબો જાળવ્યો અને ૮-૦ની લીડ હાંસલ કરી સરળતાથી મેચ જીતી લીધી હતી. આ જીતથી સિંધુએ હાન વિરુદ્ધ પોતાનો રેકોર્ડ ૮-૧ કર્યો છે. હવે સિંધુનો આગલો મુકાબલો જાપાનની નોજોમી ઓકુહારા સામે થશે.
