Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

રવીન્દ્ર જાડેજાનો ઐતિહાસિક કીર્તિમાન: કોહલી-અશ્વિનને પાછળ છોડી બન્યો પ્રથમ એશિયન ખેલાડી!

Mon, August 24 2026

ટેસ્ટ ક્રિકેટના મેદાન પર પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનના બળે વિશ્વભરમાં ડંકો વગાડનાર ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ વધુ એક ગૌરવવંતી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. શ્રીલંકા સામે કોલંબો ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ જાડેજાએ એવો રેકોર્ડ બનાવી દીધો છે, જે આજ દિન સુધી ભારત કે સમગ્ર એશિયામાંથી કોઈ પણ ખેલાડીના નામે નોંધાયો ન હતો. આ સિદ્ધિ સાથે તેણે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે.

WTC માં 50 મેચ રમનાર પ્રથમ એશિયન અને ભારતીય ક્રિકેટર

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ગાલે ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ, ભારતીય ટીમ કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે બીજી ટેસ્ટ મેચ રમવા ઉતરી હતી. આ મેચ રવીન્દ્ર જાડેજાના કરિયરની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અંતર્ગત 50મી મેચ સાબિત થઈ છે. આ સાથે જ તે ડબલ્યુટીસીના સમગ્ર ઇતિહાસમાં 50 મેચ રમનારા પ્રથમ એશિયન અને પ્રથમ ભારતીય ક્રિકેટર બનવાનું બહુમાન મેળવી ચૂક્યો છે.

કોલંબો ટેસ્ટનો શાનદાર પ્રારંભ અને પ્રથમ દિવસની રમત

કોલંબો ટેસ્ટની વાત કરીએ તો, ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે 85 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 300 રનનો મજબૂત સ્કોર પટકાલ્યો છે. ઇનિંગ્સ દરમિયાન દેવદત્ત પડિક્કલે શાનદાર બેટિંગ કરતા સતત બીજી સદી ફટકારી હતી, જ્યારે શુભમન ગિલે પણ 50 રનની મહત્વપૂર્ણ અડધી સદી નોંધાવી હતી. પ્રથમ દિવસના અંતે દેવદત્ત પડિક્કલ સાથે રવીન્દ્ર જાડેજા પણ ક્રિઝ પર અણનમ રહ્યા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ પરમિટવાળા વાહનોના ડ્રાઈવરો માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવા માંગ

WTCની દરેક સાઇકલમાં જાડેજાનું શાનદાર પ્રદર્શન

વર્ષ 2012માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર રવીન્દ્ર જાડેજાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દરેક સાઇકલમાં ટીમ માટે અદભુત ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીની કુલ 50 WTC મેચોમાં તેણે 2675 રન બનાવવાની સાથે બોલિંગમાં 160 વિકેટો પણ ઝડપી છે:

2019-21 સાઇકલ: 11 મેચમાં 500 રન અને 29 વિકેટ.

2021-23 સાઇકલ: 13 મેચમાં 721 રન અને 47 વિકેટ.

2023-25 સાઇકલ: 15 મેચમાં 664 રન અને 55 શિકાર.

વર્તમાન સાઇકલ: અત્યાર સુધી 11 મેચમાં 700થી વધુ રન અને 29 વિકેટ.

અન્ય ભારતીય દિગ્ગજોના આંકડા

ભારત તરફથી સૌથી વધુ WTC મેચ રમવાના મામલે જાડેજા બાદ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ (47 મેચ, 141 વિકેટ) બીજા ક્રમે છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ 46 મેચમાં 2617 રન, રિષભ પંત અને શુભમન ગિલે 42-42 મેચ, રવિચંદ્રન અશ્વિને 41 મેચમાં 195 વિકેટ તથા કેપ્ટન રોહિત શર્માએ 40 મેચમાં 2716 રન નોંધાવ્યા છે.

રવીન્દ્ર જાડેજાની આ સિદ્ધિ માત્ર તેમના વ્યક્તિગત કરિયર માટે જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટ માટે પણ ગર્વની ક્ષણ છે. લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ભારતની જીતનો મોરચો સંભાળનાર જાડેજાએ સાબિત કરી દીધું છે કે તેઓ વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં મોખરે છે.

Share Article

Other Articles

Previous

ખાંડ પછી ડુંગળીના ભાવ આસમાને પહોંચતા પ્રજા ત્રાહિમામ: કિંમતો કાબૂમાં લેવા સરકારે દોડાવી ‘કાંદા એક્સપ્રેસ’!

Next

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ પરમિટવાળા વાહનોના ડ્રાઈવરો માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવા માંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
9 કલાક પહેલા
PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
9 કલાક પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
9 કલાક પહેલા
અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર BJP નેતા જ મેદાને
9 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

ગમે તે વાતમાં PIL દાખલ કરવી એ ટ્રેન્ડ બની ગયો છે : સુપ્રિમની નારાજગી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કયા ટોચના બિઝનેસમેનનો માણસ કલેકટરને લાંચ આપવા બદલ પકડાયો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રીબડાના યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેના પુત્ર રાજદીપ અને બે યુવતી સામે યુવકને રેપ કેસમાં ફસાવી મોત માટે મજબૂર કર્યાના આરોપસર ગોંડલ તાલુકા પોલીસમથકમાં ગુન્હો નોંધાયો
Breaking
1 વર્ષ પહેલા
સીએએ ને કારણે બંગાળમાં 10 બેઠકો પર ભાજપને મોટો ફાયદો…વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર