Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ખાંડ પછી ડુંગળીના ભાવ આસમાને પહોંચતા પ્રજા ત્રાહિમામ: કિંમતો કાબૂમાં લેવા સરકારે દોડાવી ‘કાંદા એક્સપ્રેસ’!

Mon, August 24 2026

રસોડાની રાણી ગણાતી ડુંગળી જ્યારે રડાવવા લાગે, ત્યારે સામાન્ય પરિવારનું માસિક બજેટ ખોરવાઈ જવું સ્વાભાવિક છે. મોંઘવારીના આ રાક્ષસે ફરી એકવાર સામાન્ય જનતાની ચિંતા વધારી દીધી છે. અગાઉ ખાંડના વધતા ભાવે ગૃહિણીઓની મુશ્કેલી વધારી હતી અને હવે ડુંગળીના ભાવો પણ રેકોર્ડ તોડ સપાટીએ પહોંચી ગયા છે. બજારમાં વધતી કિંમતો પર લગામ કસવા માટે હવે કેન્દ્ર સરકારે કમર કસી છે અને તાત્કાલિક ધોરણે ‘કાંદા એક્સપ્રેસ’ દોડાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

દેશભરમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ વધીને 42 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે, જે ગત વર્ષની સરખામણીએ અંદાજે 45 ટકા જેટલો વધારે છે. દેશના મોટા શહેરોની વાત કરીએ તો સ્થિતિ વધુ ચિંતાજનક છે. ગત શનિવારે ઉપભોક્તા વિભાગના આંકડા મુજબ દિલ્હીમાં ડુંગળીનો ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો અને ચેન્નાઈમાં 58 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન દિલ્હીમાં ભાવ 35 રૂપિયા પ્રતિ કિલો હતો, એટલે કે એક જ વર્ષમાં ભાવ લગભગ બે ગણા થઈ ગયા છે. આસામ અને કેરળના કેટલાક વિસ્તારોમાં પણ ભાવ આસમાને પહોંચ્યા છે.

ભાવ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારનું મોટું પગલું: ‘કાંદા એક્સપ્રેસ’ શરૂ

ડુંગળીના વધતા ભાવો પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે બફર સ્ટોક માર્કેટમાં ઉતારવાની યોજના બનાવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે સોમવારે મહારાષ્ટ્રના નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી જેવા વધુ ભાવ ધરાવતા શહેરો માટે ખાસ ‘કાંદા એક્સપ્રેસ’ ટ્રેન ચલાવવામાં આવશે. અગાઉ ઓક્ટોબર 2024માં પણ સરકારે આવી જ રીતે ટ્રેનો દ્વારા ડુંગળી પહોંચાડીને બજારભાવ નિયંત્રિત કર્યા હતા. સરકારી એજન્સીઓનું માનવું છે કે તબક્કાવાર રીતે સપ્લાય વધારવાથી કૃત્રિમ રીતે ભાવ વધારનારા વેપારીઓ પર લગામ કસી શકાશે.

આ પણ વાંચો: રવીન્દ્ર જાડેજાનો ઐતિહાસિક કીર્તિમાન: કોહલી-અશ્વિનને પાછળ છોડી બન્યો પ્રથમ એશિયન ખેલાડી!

મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઘટવું બન્યું ભાવવધારાનું મુખ્ય કારણ

ડુંગળીના ભાવમાં અચાનક આવેલા આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ડુંગળી પકવતું અગ્રેસર રાજ્ય છે, પરંતુ ત્યાં ખરીફ ડુંગળીનું ઉત્પાદન અંદાજે 5 થી 7 ટકા ઘટ્યું છે. જો કે કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ વર્ષ 2025-26 દરમિયાન કુલ ડુંગળીનું ઉત્પાદન આશરે 307 લાખ ટન રહેવાની સંભાવના છે, જે ગત વર્ષ જેટલું જ છે. એટલે કે કુલ ઉત્પાદનમાં કોઈ મોટો કડાકો નથી, પરંતુ સ્થાનિક સ્તરે સપ્લાયની અસમતુલા કિંમતોને અસર કરી રહી છે.

નાફેડ અને NCCF દ્વારા મોટા પ્રમાણમાં ખરીદી અને સંગ્રહ

સરકાર દ્વારા બફર સ્ટોક મજબૂત કરવા માટે નાફેડ (NAFED) અને એનસીસીએફ (NCCF) જેવી સહકારી એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ એજન્સીઓએ અંદાજે 1.2 લાખ ટન ડુંગળીની ખરીદી કરી લીધી છે. ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ડુંગળી મળી રહે અને બજારમાં કટોકટી ન સર્જાય તે માટે સરકારે ખરીદ કિંમત વધારીને 2,645 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધી છે, જેથી કટોકટીના સમયે આ સ્ટોકનો ઉપયોગ કરી શકાય.

ખાંડના વધતા ભાવે પણ વધારી મુશ્કેલીઓ

માત્ર ડુંગળી જ નહીં, પરંતુ ખાંડના ભાવો પણ સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહ્યા છે. શનિવારે છૂટક બજારમાં ખાંડનો ભાવ વધીને 62.5 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો, જે એક મહિના અગાઉ આશરે 46 રૂપિયા હતો. એટલે કે માત્ર એક જ મહિનામાં ખાંડના ભાવમાં 28.5 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જો કે ખાદ્ય મંત્રાલયનું સ્પષ્ટ કહેવું છે કે દેશમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, છતાં બજારમાં સતત વધતી કિંમતો ચિંતાનો વિષય બની છે.

ડુંગળી અને ખાંડ જેવી રોજિંદા વપરાશની આવશ્યક વસ્તુઓના ભાવમાં થઈ રહેલો સતત વધારો સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારના રસોડાનું ગણિત બગાડી રહ્યો છે. જો કે સરકાર દ્વારા ‘કાંદા એક્સપ્રેસ’ અને બફર સ્ટોકના માધ્યમથી બજારને નિયંત્રિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આગામી દિવસોમાં આ પગલાં કેટલા કારગર સાબિત થાય છે અને ગૃહિણીઓને મોંઘવારીમાંથી કેટલી રાહત મળે છે તે જોવું રહ્યું.

Share Article

Other Articles

Previous

ચામાં ખાંડ નાખીએ કે વાહનની ટાંકીમાં? 

Next

રવીન્દ્ર જાડેજાનો ઐતિહાસિક કીર્તિમાન: કોહલી-અશ્વિનને પાછળ છોડી બન્યો પ્રથમ એશિયન ખેલાડી!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
કૉકરોચ જનતા પાર્ટીનું 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટ પર ધરણાં અને વિરોધ માર્ચનું એલાન
3 મિનિટutes પહેલા
ભાવનગર લઠ્ઠાકાંડ: મધ્ય પ્રદેશથી રો-મટીરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી સહિત 13 વધુ આરોપી ઝડપાયા, કુલ આંકડો 27 પર પહોંચ્યો
21 મિનિટutes પહેલા
નેપાળના ‘ Gen-Z ‘ હીરો બાલેન શાહથી પ્રજાનો મોહભંગ: 150 દિવસના શાસનનું ચિત્ર કેવું રહ્યું?
38 મિનિટutes પહેલા
નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા 500 અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનો જોડાશે
46 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3514 Posts

Related Posts

સંપત્તિની ઘોષણા ન થઈ હોય તો દરેક કેસમાં ચૂંટણી રદ થઈ શકે નહીં, સુપ્રીમ કોર્ટનું ફરમાન, તેલંગાણાના વિજયી ઉમેદવાર સામેની અરજી અદાલતે ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 100 કરતાં વધુ ફ્લાઇટ્સ રદ : ક્રૂની અછતને કારણે વિમાનોના પૈડા થંભી ગયા,મુસાફરો પરેશાન
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય યુવક ગૌરવ જયસિંહનુ બહમાસમાં મૃત્યુ, હોટલની બાલ્કનીમાંથી કોઈએ ધક્કો માર્યાની શંકા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નોનવેજની લારીએ સરાજાહેર કેટરર્સના ધંધાર્થીની હત્યા: હત્યારો ગણતરીના કલાકોમાં પકડાયો  
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર