ઑસ્ટે્રલિયાને પડ્યા પર પાટું: જોશ હેઝલવૂડ ‘આઉટ’ : ૬ ડિસેમ્બરથી શરૂ થનારી ડે-નાઈટ ટેસ્ટમાં નહીં રમે
ભારતીય ક્રિકેટ ટીમ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહેલી ઑસ્ટે્રલિયન ટીમને બીજી ટેસ્ટ પહેલાં મોટો ઝટકો લાગ્યો હતો. પર્થ ટેસ્ટમાં હાર બાદ ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. સાઈડ સ્ટે્રનને કારણે તે ભારત વિરુદ્ધ ૬ ડિસેમ્બરથી એડિલેડમાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટ રમશે નહીં. તેની જગ્યાએ સ્કોટ બોલેન્ડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ક્રિકેટ ઑસ્ટે્રલિયાએ જોશ હેઝલવૂડની બીજા ટેસ્ટમાંથી બહાર થવા અંગે નિવેદન આપતાં જણાવ્યું કે હેઝલવૂડ ડે-નાઈટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
હવે હેઝલવૂડના બીજી ટેસ્ટમાંથી બહાર થવાને કારણે ટીમ ઈન્ડિયાને ફાયદો મળી શકે છે. હેઝલવૂડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઑસ્ટે્રલિયા વતી સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. ૨૦૨૩થી ૨૦૨૫ની સાઈકલમાં તેણે ૧૨ મેચ રમીને ૫૬ વિકેટ પોતાના નામે કરી હતી.