હારના ગમને ભૂલાવવા કોહલી લંડન તો રોહિત યુરોપ પહોંચ્યો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી વર્લ્ડકપમાં કમાલનું પ્રદર્શન કરી ચૂક્યા છે પરંતુ ટીમને ચેમ્પિયન બનાવી શક્યા ન્હોતા. હવે આ બન્ને દિગ્ગજો હારનો ગમ ભુલાવવા માટે પોતપોતાની પત્નીઓ સાથે વિદેશ પહોંચી ગયા છે. કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે લંડન પહોંચ્યો છે તો રોહિત પત્ની રિતિકા સાથે યુરોપમાં રજા ગાળી રહ્યો છે. બીજી બાજુ રોહિત શર્માની હસતી તસવીર પણ પત્નીએ શેયર કરી છે. એકંદરે આ બન્ને તસવીરો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે.