ઈશાન-ગીલ સીતા અને ગીતા છે, ખબર નહીં બન્ને વચ્ચે શું ચક્કર ચાલી રહ્યું છે !
બન્ન ક્યારેય એકલા રહેતાં જ નથી: કોહલીએ કુકરી ગાંડી કરી
ભારતીય ક્રિકેટ ટીમમાં અનેક એવા ખેલાડી છે જેની મેદાન ઉપર અને મેદાન બહાર પાક્કી દોસ્તી છે. આવી જ દોસ્તી ઈશાન કિશન અને શુભમન ગીલ વચ્ચે છે. દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ આ બન્નેની મીત્રતા પર પ્રતિક્રિયા આપી છે. તેણે ઈશાન અને શુભમનને ગીતા-સીતા ગણાવ્યા છે. બન્ને કોઈ પણ પ્રવાસે ક્યારેય એકલા રહેતા નથી ! ભોજન કરવાથી લઈ વાત કરવા સુધી બન્ને સાથે જ હોય છે.
કોહલીએ કહ્યું કે ખબર નહીં આ બન્ને વચ્ચે શું ચક્કર છે ? હું વધુ બોલી શકું તેમ નથી પરંતુ બન્ને સારા મીત્રો છે. આ બન્ને એકલા રહેવાનું પસંદ કરતા નથી. તમે કોઈ એકને બોલાવો તો બન્ને સાથે જ આવે છે ! ક્યારેય મેં બન્નેને એકલા જોયા જ નથી. ઈશાન-ગીલ અત્યારે આઈપીએલમાં પોતપોતાની ટીમ વતી રમી રહ્યા છે. કિશન મુંબઈ તો ગીલ ગુજરાત વતી રમી રહ્યા છે.