આજે દેવઉઠી એકાદશી: શહેરમાં અનેક જગ્યાએ તુલસી વિવાહના કાર્યક્રમો
તુલસી વિવાહ બાદ લગ્નસરાની ખિલસે મોસમ: શહેરમાં પાર્ટી પ્લોટ, સમાજની વાડીઓ, કોમ્યુનિટી હૉલ થયા બુક
હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. કારતક મહિનામાં તુલસીની વિશેષ પુજા કરવામાં આવે છે. પંચાંગ અનુસાર તુલસી વિવાહનું દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે અને માતા તુલસી સાથે તેમના વિવાહ થાય છે.
દેવઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળી. આજે દેવ દિવાળી સાથોસાથ તુલસી વિવાહની ઉજવણી થશે. વિક્રમ સંવત 2080ની પ્રથમ એકાદશી છે. તેને દેવઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તુલસી વિવાહના કાર્યક્રમો યોજાશે. ભગવાન સાલિગ્રામ અને તુલસીજીના વિવાહ પ્રસંગને ભાવિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા ભારે ઉત્સાહપૂર્વક ઉજવશે. તુલસી વિવાહના કાર્યક્રમો સંપન્ન થતાં સાથે જ લગ્નસરાની સિઝન પણ શરૂ થશે. ત્યારે શહેરમાં લગ્નગાળાને લઈને સમાજની વાડીઓ, પાર્ટી પ્લોટો, કોમ્યુનિટી હૉલ સહિતનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.