પદ્મકુંવરબા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મહિલાની પ્રસૂતિ કરાઈ
વાવડીમાં રહેતી મહિલા પતિ સાથે હોસ્પિટલે ચેકઅપ કરાવવા આવી ત્યારે કેસ કઢાવવા જતાં સમયે પીડા ઊપડતાં બાકડા પાસે જ ડીલેવરી કરવી પડી : સગર્ભાની નજીકમાં જ લેબર રૂમ હોવાથી માતા-બાળકનો જીવ બચી ગયો
રાજકોટમાં ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલમાં ગઇકાલ સવારના સમયે એક પ્રસુતાની પીડા વધી જતાં તે મહિલા હોસ્પિટલના કમ્પાઉન્ડના બાકડા પાસે બેસી ગઈ હતી.અને તબીબો દ્વારા તેની બાકડા પાસે જ ડિલિવરી કરવામાં આવી હતી.જેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો.મહિલાનો પતિ કેસ કઢાવવા જતાં મહિલા પતિ સાથે જતી હતી.ત્યારે આ ઘટના બની હતી.વિડીયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે, મહિલાની પીડા વધી જતાં તેની મદદ માટે નર્સિંગ સ્ટાફ દોડી ગયો હતો.પરંતુ એક મહિલા તબીબ ફોનમાં મશગુલ હોવાનું સામે આવ્યું હતું.જેથી તેની માનવતા મરી પડી હોય તેમ માલૂમ પડી રહ્યું છે.
માહિતી મુજબ ગઇકાલ સવારના સમયે વાડી વિસ્તારમાં રહેતી અમે મૂળ બિહારની પુષ્પાબેન વિકાસભાઈ ચૌધરી નામની 26 વર્ષીય સગર્ભા તેના પતિ સાથે ગુંદાવાડીમાં આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલમાં ચેકઅપ માટે આવી હતી. આ દરમિયાન વિકાસભાઈ કેસ કઢાવવા માટે જતા હતા તે દરમિયાન પુષ્પાબેન પણ તેમની સાથે જતાં હતા.તેઓ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પહોંચ્યા ત્યારે તેણીને પેટમાં ખૂબ જ પીડા થવા લાગતાં તેણી ત્યાં એક બાકડા પાસે બેસી ગઈ હતી.બાકડાની બાજુમાં જ લેબર રૂમ હોવાથી તાત્કાલિક નર્સિંગ સ્ટાફ બહાર દોડી આવ્યો હતો.અને મહિલાની તાકીદે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ડિલિવરી કરી હતી.બાદમાં મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,આ ઘટનાનો એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો.જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ વિડીયોમાં જોઈ શકાય છે કે,મહિલાને પેટમાં પીડા ઉપડી ત્યારે તેની બાજુમાં લેબર રૂમ હોવાથી તેમ ફરજ પર રહેલો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક બહાર દોડી આવ્યો હતો.પરંતુ ત્યાં એક મહિલા તબીબ બેઠા હતા.જેઓ તો માત્ર તેના ફોનમાં જ મશગુલ રહ્યા હતા.અને બાહર ડોકિયું પણ કર્યું ન હતું.જેથી આ મહિલા તબીબની માનવતા મરી પડી હોય તેવું વિડીયોમાં જોઈ શકાય છે.
મહિલા અને બાળક બંને તંદુરસ્ત : RMO ડો.નુતનબેન
આ મામલે ‘વોઇસ ઓફ ડે’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં પદ્મકુંવરબા હોસ્પિટલના RMO ડો.નુતનબેને વિગતો આપતા જણાવ્યું હતું કે,મહિલાને પીડા ઊપડતાં જ નર્સિંગ સ્ટાફ દોડી ગયો હતો અને માત્ર અઢી મીનીટમાં મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો.જેથી તેની હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ડિલિવરી કરવામાં આવી હતી. હાલ બાળક તથા માતા બન્ને તંદુરસ્ત છે.
સગર્ભા પીડાતી રહી અને મહિલા તબીબ ફોનમાં જ મશગુલ રહી
ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલમાં ગઇકાલે એક સગર્ભાને પીડા ઊપડતાં તેની હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ સફળ ડિલિવરી કરવામાં આવી હતી.જ્યારે આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો.આ વિડીયોમાં સગર્ભા લેબર રૂમની પાસે હતી.ત્યારે તેને પીડા ઊપડતાં તે બાકડા પાસે જ બેસી ગઈ હતી.આ ઘટનાની માહિતી મળતા જ નર્સિંગ સ્ટાફ તો દોડીને મદદ કરવા પહોંચ્યો હતો.પંરતુ લેબર રૂમમાં ફરજ પર હાજર એક મહિલા તબીબ તેના ફોન પર જ મશગુલ રહી હતી.અને મદદ માટે બાહર જ આવી ન હતી.જેથી જોવાનું તે રહ્યું કે,મહિલા તબીબ સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ?