વિમાનોમાં એરમાર્શલની સંખ્યા ડબલ કરાઈ: સુરક્ષા જવાનો સાદા કપડામાં તૈનાત
ઈન્ડિગો અને અકાસાની ફલાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળી:બેંગ્લોરની ફલાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ
વિમાનોમાં બોમ્બ હોવાની મળી રહેલી ધમકીના પગલે હવે સરકાર દ્વારા સુરક્ષા વધારવામાં આવશે અને વિમાનોમાં એર માર્શલની સંખ્યા ડબલ કરી દેવામાં આવશે. આ સુરક્ષા જવાનો વિમાનમાં સાદા કપડામાં રહેશે. આ ઉપરાંત એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આજે પણ ઈન્ડિગો અને અકાસા એરલાઇન્સની ફલાઈટમાં પણ બૉમ્બ હોવાની ધમકી મળતા ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આજે ઈન્ડિગોમાં મુંબઈ-દિલ્હી 6ઇ 651 ફ્લાઈટ ટેક ઓફ થયા બાદ ધમકી મળી હતી,આથી આ ફ્લાઈટને તરત જ દિલ્હી બોલાવવામાં આવી હતી. જ્યારે અકાસા એરલાઇન્સની દિલ્હી – બેંગલોરની ફ્લાઇટની ધમકી મળી હોવાથી તેને અમદાવાદ ડાયવર્ટ કરાવી હતી.
લગાતાર ધમકીઓ વચ્ચે કેન્દ્ર સરકારે એર માર્શલની સંખ્યા ડબલ કરવાનો નિર્ણય લીધો છે. જે વિમાનમાં મુસાફરી વખતે પેસેન્જરોની જેમ મુસાફરી કરશે.