કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ ચાલી રહ્યો હતો… અને અચાનક જ થયો ગોળીબાર, 3 બ્રાહ્મણ ઘાયલ ; વાંચો શું છે સમગ્ર મામલો
હરિયાણાના કુરુક્ષેત્રના કેશવ પાર્કમાં ચાલી રહેલા 1000 કુંડી યજ્ઞ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. યજ્ઞ કાર્યક્રમના આયોજક સ્વામી હરિ ઓમ દાસના અંગત સુરક્ષા કર્મચારીઓ પર ત્રણ બ્રાહ્મણોને ગોળી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગોળીથી ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી એકની હાલત ગંભીર છે. બ્રાહ્મણો પર લાઠીચાર્જ કરાયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાયજ્ઞમાં હાજરી આપવા આવેલા બ્રાહ્મણો અને અન્ય લોકોએ વાસી ખોરાક પીરસવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી, જેના પછી વિવાદ થયો હતો. આ ઝઘડા દરમિયાન મહાયજ્ઞના આયોજક હરિ ઓમ દાસના સુરક્ષા કર્મચારીએ ફાયરિંગ કરી દીધુ હતું, જેમાં ત્રણ પંડિતો ઘાયલ થઈ ગયા હતા.
આશિષ તિવારી નામના પંડીતને ગંભીર હાલતમાં લોકનાયક જયપ્રકાશ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ મહાયજ્ઞ સ્થળની બહાર કુરુક્ષેત્ર-કૈથલ રોડ બ્લોક કરી દીધો અને પથ્થરમારો કર્યો હતો.
પ્રદર્શનકારીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે કડકાઈ દાખવી અને જામ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી અને આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
આ મહાયજ્ઞની શરૂઆત 18 માર્ચથી થઈ હતી અને તે 27 માર્ચ સુધી ચાલુ રહેશે. તેના માટે 1008 કુંડી યજ્ઞશાળાઓ બનાવવામાં આવી હતી. મહાયજ્ઞમાં દરરોજ 1,00,000 આહૂતિ આપવામાં આવી રહી છે. આમ આ રીતે લોકોમ