વડાપ્રધાન મોદીના “પરીક્ષા પે ચર્ચામાં” પ્રથમ વખત રાજકોટ પ્રતિનિધિત્વ કરશે:ગોંડલની નિશાંત માડમની પસંદગી
ગ્રુપ ડિસ્કશનમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની
યુઝિંગ ટેકનોલોજી એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઝ એ સ્ટડી પાર્ટનરના વિષય પર કરી ચર્ચા:રાજકોટ શિક્ષણને મળી મોટી સિદ્ધિ
પરીક્ષા પે ચર્ચા 2025 માં આ વર્ષે પ્રથમ વખત રાજકોટને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે, ગ્રુપ ડિસ્કશન સેશનમાં રાજકોટના ગોંડલ તાલુકાના ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. જેવો દિલ્હી અને મુંબઈ ખાતે ભાગ લેશે.
પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કરે છે અને જેમાં તેઓ વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડે છે. આ વર્ષે એટલે કે 2025 માં રાજકોટમાંથી 2.95 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે જ્યારે રાજકોટમાં 3,17,800 વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 2,90,000 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે નોંધાયા છે.
સમગ્ર દેશના ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટરેકીટવ પ્રોગ્રામ યોજાશે જેમાં તારીખ 12 થી 17 દરમિયાન કુલ સાત સેશનમાં ગ્રુપ ડિસ્કશનમાં સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને મુંબઈ અને દિલ્હી ખાતે ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ માટે ગ્રુપ ડિસ્કશનમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની નિશાંત માલદેભાઈ માડમની પસંદગી કરવામાં આવી છે. જે યુઝિંગ ટેકનોલોજી એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઝ એ સ્ટડી પાર્ટનરના મુદ્દા પર ગ્રુપ ડિસ્કશન માં ચોથા સેશનમાં ભાગ લીધો છે. જે મુંબઈના યશરાજ સ્ટુડિયો ખાતે ગઈકાલે યોજાયો હતો જે સમગ્ર રાજકોટ જિલ્લા માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ કહી શકાય.
બોક્સ 1 રાજકોટ જિલ્લામાંથી 2.95 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું:ડી.ઇ.ઓ.કિરીટસિંહ પરમાર
રાજકોટ જિલ્લામાં 3,17,800 વિદ્યાર્થીઓની સંખ્યા છે જેમાંથી રાજકોટને 60 ટકા વિદ્યાર્થીઓની નોંધણી માટેની આશા હતી જેની સામે આશરે 2.95 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેશે ત્યારે આ વર્ષે શિક્ષકોએ પણ વધારે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં 12,300 શિક્ષકો અને 3000 જેટલા પેરેન્ટ્સ પરીક્ષા પે ચર્ચા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.