રાજકોટ : રોગચાળાએ માથું ઉંચક્યું , 23 વર્ષીય યુવકને તાવ ભરખી ગયો
વરસાદી ઋતુને કારણે રોગચાળાએ માથું ઉંચક્યું છે. અને તાવ-શરદી-ઉઘરસ સહિતબ કેસોમાં વધારો થઈ રહયો છે. ત્યારે રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતાં મુળ યુપીના યુવાનને કેટલાક દિવસથી તાવ, શરદી, ઉધરસ સહિતની બિમારી લાગુ પડતાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. જેનું ટૂંકી સારવારમાં મોત થતાં અરેરાટી મચી જવા પામી છે.
વધુ માહિતી મુજબ મવડી પ્લોટ શેરી નં. ૪ બ્રહ્માણી ઇન્ડસ્ટ્રીઝમાં રહેતો અને ત્યાં જ કામ કરતો વિનયકુમાર ઉદયરાજ મોર્ય (ઉ.વ.૨૩) બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, બલભદ્રસિંહ જાડેજા, તોફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણાએ માલવીયાનગર પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો.અને તપાસમાં મૃત્યુ પામનાર મુળ યુપીના બલરામપુરનો વતની હતો અને અહિ રહી કારખાનામાં મજૂરી કરતો હતો. તે ચાર ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો હતો. પરિવારના જણાવ્યા મુજબ અઠવાડીયાથી વિનયને તાવ, શરદી, ઉધરસ થઇ જતાં દવા ચાલુ હતી. બાદ તેનું મોત થયું હતું.