આવકવેરા વિભાગમાં બઢતી-બદલીનો દોર શરૂ: આસી.કમિશનરનાં પ્રમોશન
ગુજરાતમાંથી 2 અધિકારી સહિત અન્ય રાજ્યમાંથી 19 જેટલા અધિકારીઓને બઢતી મળી: આ વર્ષે ‘વહેલાસર’ઓર્ડરો..!!
ઇન્કમટેક્સ વિભાગમાં બઢતી અને બદલીનો દોર શરૂ થયો છે.શુક્રવારે આસી.કમિશનરના પ્રમોશનનાં ઓર્ડરો આવ્યા છે.જેમાં ગુજરાતમાંથી સુરેશકુમાર કે.અને સીનેય જે નેબઢતી મળી છે.
નાણાકીય વર્ષ પૂરું થતાંની સાથે નવા વર્ષથી રાજકોટ ઉપરાંત દેશની અલગ અલગ આવકવેરા વિભાગની કચેરીમાં ટ્રાન્સફર ના ઓર્ડરોની અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે દર વર્ષ કરતાં આ વર્ષે એપ્રિલ મહિનામાં અધિકારીઓની બદલી થવાની હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે આસિસ્ટન્ટ અધિકારીઓની બઢતીનાના ઓર્ડરો થયા છે. ગુજરાત ઉપરાંત અલગ અલગ રાજ્યો માંથી 29 અધિકારીઓને આસિસ્ટન્ટ કમિશનર તરીકે પ્રમોશન મળ્યું છે. આગામી દિવસોમાં જોઈન્ટ કમિશનર અને અધિકારીઓ સહિતની બદલીના ઓર્ડરો થશે.