જેતપુરના પેઢલા ગામે અસામાજિક તત્વોના દબાણ દૂર કરાયા
100 કલાકની ઝુંબેશ અંતર્ગત 10 લાખની 1200 ચોરસવાર જગ્યા ખુલ્લી કરાવાઈ
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોએ સરકારી જમીન ઉપર કરેલા દબાણ તેમજ વીજ ચોરી પકડી પાડવા સઘન ઝુંબેશ ચાલી રહી છે જે અન્વયે રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના પેઢલા ગામે 10 લાખની કિંમતની 1200 ચોરસવાર જગ્યા જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા કલેકટર જોશીના જણાવ્યા મુજબ ગુજરાત સરકારની 100 કલાકની ઝુંબેશ અન્વયે અસામાજિક ગુંડા તત્વો સામે અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ છે જે અન્વયે જેતપુર તાલુકાના પેઢલા ગામે સરકારી જમીન પર આશરે 1200 ચોરસ વાર જમીન ઉપર બનાવેલ બે મકાન,બે વાડા અને કમ્પાઉન્ડિંગ વોલનું અનઅધિકૃત દબાણ દૂર કરી, આશરે 10 લાખની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી.