રાવકીમાં દારૂના કટિંગ વખતે પોલીસનો દરોડો: રૂ.19.20 લાખનો કબજે
રાજસ્થાનના સાંચોરના સપ્લાયરનું નામ ખૂલ્યું: ગોડાઉન માલિકની શોધખોળ
રાજકોટની ભાગોળે રાવકી ગામના ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના એક ગોડાઉનમાં દારૂના કટીંગ વખતે જ પોલીસે દરોડો રૂ. 19. 20 લાખની કિમતનની 19200 બોટલો સાથે રૂા.22 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે દારૂના જથ્થા અંગે પૂછતાછ કરતા દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોરમાં રહેતા સપ્લાયરે સ્થાનિક બુટલેગરને મોકલ્યો હતો અને દારૂ ગોડાઉનમાં દારૂ ઉતારવા પાછળ ગોડાઉન માલિકની ભૂમિકા છે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાવકી ગામે ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નયારા પેટ્રોલપંપ સામેના રસ્તે બંસીધર પારીના પ્લાન્ટની પાછળ જીજ્ઞેશ પ્રવિણ સોજીત્રાના ગોડાઉનમાં દારૂના જથ્થાની હેરફેર થઈ રહી હોવાની બાતમીને આધરે પીએસઆઈ પરમાર સહિતના સ્ટાફે દરોડો પડયો હતો જેમાં જીજે 03 બી ડબલ્ટુ 1034 નંબરના મીની ટ્રક સાથે જીજે 03 એમએન 4654 નંબરનું એકસેસ સ્કૂટર તેમજ ગોડાઉનમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂ. ૧૯.૨૦ લાખની કિંમત ૧૯,૨૦૦ બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂના આ જથ્થા ઉપરાંત અશોક લેલન ગાડી તથા એક્સેસ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૨૨.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચીતલવાના ગામના અનિલ આસુરામ બિશ્નોઈ (ઉ.23) ની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો રાજસ્થાનના સાંચોરમાં રહેતા પ્રકાશ ઉર્ફ અનિલ શાહુએ મોકલાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી દારૂનો આ જથ્થો અહીં કોણે મંગાવ્યો હતો? તેમ જ ગોડાઉન માલિક જીગ્નેશ સોજીત્રાએ અહીં દારૂનો જથ્થો ઉતરાવ્યો હતો કે કેમ?કે તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે.
પાટીદડ પાસે 720 બોટલ દારૂ સાથે ટ્રાન્સપોર્ટરની ધરપકડ
ગુંદાળા ગામની સીમમાં પાટીદડ ગામ તરફ જવાના રસ્તે આવેલા ગોડાઉનમાંથી રૂ.૨.૭૩ લાખનો ૭૨૦ બોટલ દારૂનો જથ્થો ઝડપી લઈ પોલીસે ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી ગોંડલ મારૂતિનગર ઉમવાળા ફાટક પાસે રહેતા ઉદય પંકજભાઈ દાવડા(ઉ.વ ૧૯)ની ધરપડક કરી હતી. ઉદય દાવડાએ આ ગોડાઉનમાં દારૂનો આ જથ્થો રાખ્યો હોય દારૂનો આ જથ્થો તેણે ક્યાંથી મંગાવ્યો હતો? તેમજ કોને સપ્લાય કરવાનો હતો? સહિતની બાબતો અંગે પોલીસે વધુ તપાસ કરવા રિમાન્ડ મેળવ્યા છે.