“ લોરેન્સ બિશ્નોઈને મોકલું ?? “ ભાઈજાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી : ચાહકો ચિંતિત
સલમાન ખાનના ઘર પર થોડા સમય પહેલા જ ફાયરિંગ થયું હતું તેમજ ભાઈજાન સાથે કનેક્શન ધરાવતા કેનેડામાં પંજાબી સિંગર એપી ધીલોના ઘરની બહાર પણ ફાયરિંગ થયું હતું ત્યારે આજ રોજ સલમાન ખાનના પિતાને ધમકી મળી હોવાનું સામે આવ્યું છે આ સમાચાર સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
બુરખા પહેરેલી મહિલાએ ધમકી આપી
ખરેખર, આ સમયે સમાચાર આવ્યા છે કે અભિનેતા સલમાન ખાનના પિતાને બુરખો પહેરેલી એક મહિલા દ્વારા ધમકી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સલીમ ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર મોર્નિંગ વોક કરી રહ્યો હતો. ત્યારે એક સ્કૂટર પર બે લોકો આવ્યા અને બુરખા પહેરેલી મહિલાએ પૂછ્યું, શું હું લોરેન્સ બિશ્નોઈને મોકલું? પોલીસને આ મામલાની માહિતી મળતાં જ તેમણે અજાણી મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
પોલીસે એક આરોપીની ધરપકડ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સલીમ ખાનને આ ધમકી ત્યારે આપવામાં આવી હતી જ્યારે તે બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે હતો. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, પરંતુ બુરખો પહેરેલી આરોપી મહિલા હજુ ફરાર છે અને બાંદ્રા પોલીસની બે ટીમ મહિલાને શોધી રહી છે. આ આરોપી મહિલાને પકડવામાં પોલીસ કેટલો સમય લે છે તે જોવું રહ્યું.
ચાહકો ચિંતિત
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં જ્યારે સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હતું ત્યારે પણ મામલો ખૂબ જ નાજુક હતો. જો કે, સલમાનની સુરક્ષા વધારવાની સાથે પોલીસે આ કેસ પર ખૂબ જ સાવધાની સાથે કામ કર્યું હતું. જો કે, આ કેસમાં પોલીસને વધુ માહિતીની જરૂર હોવાથી પોલીસ હજુ આ મામલે તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં સલીમ ખાનના ચાહકો આવી ધમકીઓ મળ્યા બાદ ચિંતામાં મુકાઈ ગયા છે. આટલું જ નહીં, સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો હજુ પણ ચર્ચામાં છે કારણ કે આ કેસ સાથે જોડાયેલા એક આરોપીએ હાલમાં જ આરોપ લગાવ્યો છે કે ડોક્ટરે તેની તૂટેલી આંગળીની સારવાર માટે પૈસા માંગ્યા છે.