લોહાણા ટ્રસ્ટની ભાડે આપેલી દુકાનમાં ચા વાળાનો કબજો
ટ્રસ્ટીએ કરેલી ફરિયાદને આધારે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો
રાજકોટના ગોડલરોડ ઉપર બેન્ક ઓફ ઇન્ડીયાની બાજુમા લોહાણા ટ્રસ્ટ બીલ્ડીગમાં છેલ્લા 50 વર્ષથી ભાડે આપેલી દુકાન ઉપર ભાડૂઆતે કબજો કરી લેતા ટ્રસ્ટી મંડળ દ્વારા કરેલી ફરિયાદ બાદ ભરવાડ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે.
રજપુતપરા -૮માં લોહાણા બોડીંગ હાઉસમાં રહેતા હિરાલાલ ચુનીલાલ માણેક (ઉવ.૮૩)એ કરેલી ફરિયાદમાં
ગોડલ રોડ એસ.ટી વર્ક શોપ પાછળ ખોડીયાર નગરમાં રહેતા વીપુલભાઇ મનાભાઇ શીયાળ નામના ભરવાડ શખ્સની નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગોડલ રોડ બેન્ક ઓફ ઇન્ડીયાની બાજુમા લોહાણા ટ્રસ્ટ બીલ્ડીગની સીતારામ બીલ્ડીગ શોપ ટ્રસ્ટ દ્વારા સ્વ. ગૈાતમભાઇ અંતાણીને સને ૧૯૭૩ મા ભાડેઆપેલી હતી. તે તા-૨૧/૦૯/૨૦૨૧ ના રોજ અવસાન પામ્યા બાદ આ દુકાનનો કબજો તેનાસબંધીહિરાલાલ ચુનીલાલ માણેકને સોપી આપેલ હતો અને આ દુકાનમા સંસ્થાનુ તાળુ અને કબજો હતો છતાં વીપુલભાઇ મનાભાઇશીયાળે દુકાનનુ તાળુ તોડી દુકાન પર ગેરકાયદેસર કબજો કરી દુકાનમા ચા નો થડો શરૂ કરી દેતા આ મામલે હિરલાલે કલેકટરમાં કરેલી અરજી બાદ વીપુલભાઇ મનાભાઇ શીયાળસામે રૂ.૨૦. ૧૩ લાખની દુકાન પચાવી પાડવા અંગે એ-ડિવિઝન પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો હતો.