રાજકોટ સહિત 100 થી વધુ ચોરીમાં સંડોવાયેલ નામચીન તસ્કર પિતા-પુત્ર સહિત ત્રણ પકડાયા
સુરતમાં મકાન ભાડે રાખી ચોરી કરનાર ત્રિપુટી પાસેથી રૂ.12 લાખનો મુદ્દમાલ કબજે
રાજકોટ શહેરની ૩પ સાથે અંદાજે ૧૦૦ જેટલા ઘરફોડીના આરોપી પિતા-પુત્ર સહિત ત્રણને સુરત ક્રાઇમ બ્રાંચે પકડી પડ્યા છે. રાજકોટમાં અગાઉ ચોરીના અનેક ગુનામાં સંયડોવાયેલ પિતા-પુત્ર અને તેના સગીતે મળી સુરત કતારગામ વિસ્તારમાં બંગલામાં ચોરી કરી હતી અને ચોરી કરેલા રૂપિયામાંથી નવી બાઈક પણ ખરીદી હતી. નવી બાઈક લઇને ફરીથી તે જ બંગલામાં બીજી વખત પણ ચોરી કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સોના ચાંદીના ઘરેણા તેમજ બે વાહનો મળી કુલ 12.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરત વરાછા રોડ ખાંડબજાર ગળનારા પાસે રોડ ઉપર નામચીન તસ્કર માધવ પેલેસ ફલેટ નં. ૩૦૧, ત્રીજા માળે વેડ નગરી મામાદેવ, શામપુરગામ રોડ, કામરેજ, સુરત ખાતે રહેતા મૂળ જામનગરના આનંદભાઇ જેસંગભાઇ ઠાકોર પુત્ર હસમુખભાઇ આનંદભાઇ ઠાકોર અને અશોકભાઇ ઉર્ફે અનિલભાઇ જયેશભાઇ ઠાકોરને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 4.01 લાખ, એક મોપેડ, એક બાઈક, 5.63 લાખની કિમંતના સોનાના ઘરેણા, 76 હજારની કિંમતના ચાંદીના ઘરેણા તેમજ ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલા સાધનો મળી કુલ 12.11 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલો આરોપી આનંદ જેસંગભાઈ સીતાપરા રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ રાજકોટ અને ઉતર પ્રદેશ મળી 35 ગુના નોંધાયેલા છે.
તેમજ કિંમતી મુદામાલ તથા મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી રહે તે માટે મુખ્યત્વે હાઈફાઈ સોસાયટીમાં આવેલા બંધ બંગલા કે મોટા મકાનોમાં દરવાજાની બાજુમાં આવેલી બારીનો કાચ તોડી અથવા બારી ખોલી બારીની ગ્રીલ કાઢી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાની ટેવ વાળો છે. અગાઉ 2022માં તેણે આગ્રાની અંદર 60 તોલા જેટલું સોનું અને રોકડ રકમની ચોરીમાં તે પકડાઈ ગયો હતો. જેથી તે જેલમાં હતો અને દિવાળી પહેલા જ તે જેલમાંથી છૂટ્યો હતો અને સુરતમાં તેને કોઈ ઓળખે નહિ એટલે સુરતમાં આવી તેણે ચોરી કરી હતી અને પહેલી ચોરી કરતા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે.