મારામારી-રાયોટિંગના ગુન્હામાં કુખ્યાત માજીદની જામીન અરજી મંજૂર
શહેરના રૂખડિયાપરામાં જૂની અદાવતનો ખાર રાખી કુખ્યાત માજીદ ભાણું આણી ટોળકીએ અનવર નામના યુવકના ઘર પર હુમલો કર્યો હતો જે કેસમાં પોલીસે નોધેલ મારામારી-રાયોટિંગ સહિતના ગુન્હામાં આરોપી માજીદની જમીન અરજી અદાલતે મંજૂર કરી છે.
આ કેસની હકિકત મુજબ, ગત તારીખ ૩/૨/૨૫ ન રોજ રૂખડિયા પરામાં રહેતા અનવર નામના શખસને બજરંગ વાડી નજીક માજીદ અને તેના સાગરીતો સાથે માથાકૂટ થઈ હોય જે વાતનો ખાર રાખી માજીદ અને તેના સાગરીતો રૂખડિયાપરામાં રહેતા અનવરના ઘરે જઈને જોર જોરથી ગાળો ભાંડી હતી દરમિયાન પાડોશમાં રહેતા મહિલા ઘરની બહાર નીકળતા આરોપીઓએ તેમના ઘરની ઉપર સોડા બોટલના ઘા મારી આતંક મચાવ્યો હતો. જેમાં પ્રનગર મારામારી- રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ફરાર આરોપી માજીદ અગાઉ ગુજસીટોક, હત્યા, ખંડણી સહિતના ગુન્હામાં સંડોવાયેલ ત્યારે એસઓજી ના સ્ટાફે તેની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરતા તેના વકીલે જામીન અરજી દાખલ કરી હતી જે ચાલવા પર આવતા આરોપીના વકીલે કરેલી ધારદાર દલીલો અને રજૂ કરેલા વડી અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં લઈને અદાલતે આરોપીને જમીનમુક્ત કરવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં આરોપી વતી એડવોકેટ અજીત પરમાર, હુસેન હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિ લાલ, જીત શાહ, ફૈઝાન સમા, અંકિત ભટ્ટ, તેમજ રહીમ હેરંજા રોકાયેલ હતા.