પુત્રએ એકટીવાનું બેલેન્સ ગુમાવતા વૃધ્ધ માતા રોડ પર પટકાયા, સારવારમાં મોત
શહેરના માતાને શાક માર્કેટથી પરત ઘરે લઈ આવતી વેળાએ કોઈ કારણસર એક્ટિવાનું બેલેન્સ ગુમાવતા વૃધ્ધા રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેમને ખાનગી બાદ સિવિલ હોસ્પિટલે ખસેડતા ટૂંકી સારવારમાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ભકિતનગર પોલીસે પુત્ર સામે બેદરકારીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કોઠારીયા રોડ સુભાષનગરમાં રોડ કેશવ વિદ્યાલયની બાજુમાં રહેતા 63 વર્ માવજીભાઈ ફળદુ ગુરુવારે સાંજના પાંચ વાગ્યે પુત્ર દિલીપના એકટીવામાં બેસીને હુડકો શાકમાર્કેટથી ઘરે પરત ફરતા હતા ત્યારે સુભાષનગર બગીચા પાસે પહોંચતા અચાનક કોઈ કારણસર પુત્ર દિલીપે એકટીવા પરથી બેલેન્સ ગુમાવતા પ્રભાબેન રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેઓને તુરંત સારવાર અર્થે ખાનગી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અહીં તેઓનું મોત નીપજ્યું હતું. બનાવા અંગે ભક્તિનગર પોલીસ મથકના પીએએસઆઇ વી.એલ.રાઠોડે મૃતકના બીજા પુત્ર જયેશ ફળદુની ફરિયાદના આધારે એકટીવા ચાલક દિલીપ વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.