Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લોકમેળાના ફોર્મ ઉપાડવામાં ભારે ઘસારો: બે દિવસમાં ૧૫૦થી વધુ ફોર્મ ઉપડી ગયા

Tue, July 21 2026

રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભાતીગળ લોકમેળાના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગઈકાલથી ફોર્મ વિતરણ શરૂ થયું છે જેમાં પ્રથમ બે દિવસમાં ફોર્મ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો છે. ૨૨૮ સ્ટોલ અને પ્લોટ માટે અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ ફોર્મ ઉપડી ગયા છે ત્યારે આ વર્ષે રમકડા, ખાણીપીણી, યાંત્રિક રાઈડના સ્ટોલ-પ્લોટ માટે ભારે હરિફાઈ જોવા મળે તેવું લાગી રહ્યું છે.

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે લોકમેળા સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી દર વર્ષે ૧૫ લાખથી વધુ લોકો મેળામાં ઉમટી પડે છે. આ વર્ષે પણ ૨ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિકોણબાગ તોરલ બિલ્ડિંગ ખાતે આવેલ ઈન્ડિયન બેન્ક ખાતે વહીવટી તંત્રએ ગઈકાલથી ફોર્મ વિતરણ શરૂ કર્યું છે જેમાં રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ, આઈસ્ક્રીમના ચોકઠા, યાંત્રિક રાઈડના પ્લોટ માટેના ફોર્મની કિંમત રૂા.૨૦૦ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: 23 જુલાઈ ગુરૂવારે નાગરિકોની ફરિયાદોનું ઓનલાઈન નિવારણ કરવામાં આવશે

પ્રથમ બે દિવસમાં મેળાના ફોર્મ ઉપાડવામાં ભારે ઘસારો જોવા મળ્યો છે જેમાં પ્રથમ દિવસે ૮૬ ફોર્મ ઉપડ્યા બાદ બીજા દિવસે બપોર સુધીમાં ૬૦ ફોર્મ ઉપડ્યા હતા અને સાંજ સુધીમાં ૧૫૦થી વધુ ફોર્મ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટના લોકમેળાનો લે-આઉટ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે જેમાં રમકડાના ૧૦૦ સ્ટોલ, નાના ખાણીપીણીના ૪૮ સ્ટોલ જ્યારે ૨૬ આઈસ્ક્રીમના ચોકઠા રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત નાની, મધ્યમ અને મોટી યાંત્રિક રાઈડ તેમજ મોટા ખાણીપીણીના પ્લોટ મળી કુલ ૨૨૮ પ્લોટ ફાળવવામાં આવ્યા છે.

લોકમેળાના ફોર્મ ૨૮ જુલાઈ સુધીમાં ભરીને પરત કરવાના રહેશે સાથે ડિમાન્ડ ડ્રાફ્ટ અને એડવાન્સ રકમ ભાડા સાથે ભરવાની રહેશે ત્યારબાદ રમકડાના સ્ટોલ, નાના ખાણીપીણીના સ્ટોલ, નાની અને મધ્યમ ચકરડીના પ્લોટનો ડ્રો કરવામાં આવશે અને આઈસ્ક્રીમના ચોકઠા, મોટા ખાણીપીણીના સ્ટોલ અને મોટી યાંત્રિક રાઈડના પ્લોટની હરાજી કરવામાં આવશે.

લોકમેળાના ફોર્મ માટે નાયબ મામલતદાર, તલાટી અને કારકુનની ૩ ટીમ તોરલ બિલ્ડિંગ ઈન્ડિયન બેન્ક ખાતે ફાળવવામાં આવી છે. બીજીબાજુ વહીવટી તંત્રએ મોંઘવારીને ધ્યાને લઈને આ વર્ષે નાના-મોટા સ્ટોલ, યાંત્રિક રાઈડ, આઈસ્ક્રીમના ચોકઠામાં રૂા.૧૨૦૦૦થી લઈને ૧૫૦૦૦નું ભાડુ વધારી દેવામાં આવ્યું છે.

Tags:

150FormsAdministrativeChallengesCollectionUpdateCommunityEventCommunitySupportCulturalFestivalCulturalHeritageDelayAlertEventManagementEventPlanningFestivalPreparationFormCollectionFormFilingHugeDelayLocalEngagementlokmelaPublicGatheringSocialGatheringTwoDays

Share Article

Other Articles

Previous

છેલ્લા ૧૫ મહિનામાં એન્કાઉન્ટર-હાફ એન્કાઉન્ટરનાં ૧૮ બનાવ

Next

23 જુલાઈ ગુરૂવારે નાગરિકોની ફરિયાદોનું ઓનલાઈન નિવારણ કરવામાં આવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
બિઝનેસ
5 દિવસમાં ચાંદી 8436 રૂપિયા તૂટી તો સોનું 4694 રૂપિયા સસ્તું થયું
4 કલાક પહેલા
હોર્મુઝમાં પરમિશન વિના જહાજ ઘૂસ્યું તો બેન થશે, ઈરાનની દુનિયાને ચેતવણી
5 કલાક પહેલા
રોડ એક્સિડન્ટના વધતા કેસોથી ચિંતા: રોડ અકસ્માતમાં દરરોજ 600થી વધુ લોકો ઈજાગ્રસ્ત, 27% કેસ વધ્યા
5 કલાક પહેલા
NSE અને BSEના પ્રી-ઓપન પ્રોટોકોલમાં બદલાવ: માર્કેટ હેરાફેરી અટકાવવા માટે એક્સચેન્જો દ્વારા કડક પગલાં
5 કલાક પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

ગુજરાતમાં 3 દિવસ કડકડતી ઠંડીની આગાહી : જાણો કયા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવનું યલ્લો એલર્ટ અપાયું ?
રાજકોટ
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્રને બાદ કરતા બધે મેઘરાજા ભરપૂર વરસ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
નાના બાળકોને Snapchat સામે સુરક્ષિત રાખો….
ટેક ન્યૂઝ
3 વર્ષ પહેલા
બલુચી આર્મીનો આત્મઘાતી હુમલો : પાક.નાં ૯૦ સૈનિકોના મોત
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર