રાજકોટના કારખાનેદાર સાથે રૂ.19.58 લાખની છેતરપિંડી
પીવીસી રેજીનના કાચા માલની એડવાંન્સ રકમ લઈ કારખાનેદાર પેઢીને તાળા મારી ફરાર
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પરમાધવપાર્ક પાછળ શ્યામલ સીટીની બાજુમાં ગોવિંદરત્ન બંગલોમાં રહેતાઅને શાપર-વેરાવળમાં જે.પી. પોલિમર્સ નામે પીવીસી પાઈપનુંકારખાનું ધરાવતા કારખાનેદારસુરેશભાઈ રામજીભાઈ ગજેરા સાથે લોધીકાના રાવકી ગામે જયબાલાજી ઈન્ડસ્ટ્રીઝએરિયામાં શ્રીહરી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા અને મવડી ચોકડી પાસેજયનારાયણ પાર્કમાં રહેતા વેપારી પરાગ માધવજીભાઈ ભંડેરીએ રો-મટિરીયલ માટે આપેલા 19.58 લાખઓળવી જઈ પોતાની પેઢીને તાળા મારી ભુગર્ભમાં ઉતરી જતાં શાપર-વેરાવળ પોલીસમાં આ મામલે પોલીસફરિયાદ નોંધાઇ છે.
સુરેશભાઇ તેના ભાગીદારો પ્રદિપભાઈ સેખડાઅને અશ્ર્વિનભાઈ ગજેરા સાથે છેલ્લા સાત વર્ષથી શાપર-વેરાવળમાં જે.પી.પોલીમર્સ નામે પીવીસી પાઈપનું કારખાનું ધરાવે છે. લોધીકાનારાવકી ગામે પીવીસી રેજીનનું ટ્રેડિંગ કરતા પરાગ સાથે છેલ્લા એક વર્ષથી પરીચયમાંઆવ્યા હતા.સુરેશભાઈને પોતાના કારખાના માટે પીવીસી રેજીનનો કાચામાલની જરૂરિયાત હોયપરાગ ભંડેરીને એડવાન્સમાં ઓર્ડર આપી રો-મટીરીયલ મંગાવી આપવા માટે 19,58,800 તા. 6-3-23ના રોજ તેના બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા. પરાગે એક અઠવાડિયામાં કાચો માલ મળી જશે તેવી વાત કરી હતી. અવાર નવાર કાચામાલ માટે ફોન કરતા માલ પોર્ટમાં અટવાઈ ગયો છે તેવાબહાના કાઢવા લાગ્યા હતા અને થોડા સમયબાદ પરાગ તેની પેઢી શ્રીહરી એન્ટરપ્રાઈઝબંધ કરી ભુગર્ભમા ઉતરી ગયો હતો. જેથી પરાગ સામે વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.