ઇસ્ટાગ્રામમાં રિલ જોયા બાદ બૉયકોટ ઇઝરાઈલના પોસ્ટરો લગાવનાર ચારની ધરપકડ બાદ મુક્તિ
પેલેસ્ટાઈનના ઈજાગ્રસ્તોમાટે ભારતે દવાનો જથ્થો મોકલ્યો હોય મલ્ટિ નેશનલ કંપનીઓની પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં પોસ્ટરો લગાવ્યાનું રટણ
જંગલેશ્વર વિસ્તાર નજીક આવેલા નીલકંઠ પાર્કમાં રસ્તાઓ પર ઈઝરાયલ બોયકોટના લાગેલા પોસ્ટર મામલે ભક્તિનગર પોલિસે ચાર શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતાં ઇસ્ટાગ્રામમાં પેલેસ્ટાઈનના ઈજાગ્રસ્તોસ્થિતિની રિલ જોયા બાદ ઇઝરાઈલની કંપનીનો બૉયકોટ કરવા માટેને પોસ્ટર તૈયાર કરી લગાડ્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી જમીન મુક્ત કર્યા હતા. ઈઝરાયલ અને હમાસ વચ્ચેચાલતા યુદ્ધ વચ્ચે રાજકોટના સંવેદનશીલ વિસ્તાર ગણાતા જંગલેશ્વવિસ્તાર નજીક ઇઝરાયલ બોયકોટના પોસ્ટર લાગ્યા બાદ તેનો એક વિડીયો સાઇકલ સવાર વ્યક્તિએ ઉતારી વાઈરલ કરી દીધો હતો.
આ મામલે ભક્તિનગર પોલીસ ઉપરાંત એસઓજી,ક્રાઇમ બ્રાંચ અને આઇબી કામે લાગી હતી. વીડિયોમાં નીલકંઠ પાર્ક મેઈન રોડ પર 30 થી વધુ સ્ટિકર લગાડનાર જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સમીર બ્લોચ, સુલતાન દલ, શાહનવાઝ વેત્રણ અને સમીર અંસારીની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા ઇસ્ટાગ્રામમાં યુધ્ધની રિલ જોઈ હોય જેમાં ઇઝરાયેલદ્વારા કરાયેલ હુમલામાં પેલેસ્ટાઈનમાં બાળકોની દયનીય સ્થિતિ જોયા બાદ ઇઝરાઇયેલની મલ્ટિ નેશનલ કંપનીઓની પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં અપીલ કરવા પત્રિકા છાપી હતી.ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન-હમાસ વચ્ચેના યુધ્ધને કારણે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
ભારતમાં પણ ઘણા લોકો પેલેસ્ટાઇનનું સમર્થન કરી રહ્યા છે. પેલેસ્ટાઈનના ઈજાગ્રસ્તોની સારવાર માટે ભારતે દવાનો જથ્થો મોકલીને પેલેસ્ટાઈનને મદદ કરી હોય ત્યારે ઇઝરાઇયેલની મલ્ટિ નેશનલ કંપનીઓનો લોગો સાથે આડકતરી રીતે મલ્ટીનેશનલ કંપનીઓનો બોયકોટ કરવાનો સંદેશો હતો. સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતાં ચારેક યુવકોની ઓળખ મળી હતી. આ ચારેયના ભૂતકાળતેમજ પોસ્ટર ક્યાં છપાવ્યા? તે અંગે પૂછપરછ કરાતા એક પ્રિન્ટિગ પ્રેસમાં આ પોસ્ટર છપાવ્યા હોવાનું જણાવ્યું હતું.