મવડીમાં કારખાનેદારની પત્નીનું હાર્ટ એટેકથી મોત
એકના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની
રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતા કારખાનેદારના પત્ની ઘરે હતા. ત્યારે બેભાન થઈ ઢળી પડતાં પરિવારે સારવાર માટે સિવિલમાં ખસેડ્યો હતો. અને તબીબોએ તેમણે તપાસી મૃત જાહેર કર્યા હતા. અને હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું.જ્યારે એક ના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની વિગત મવડીમાં સર્વોદય સ્કૂલ પાસે રહેતા રિંકલબેન રવિભાઈ ડોબરીયા (ઉ.વ.34) પોતાનાં ઘરે હતાં ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઈ ઢળી પડતાં પરિવારે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા,તપાસમાં જણાવ મળ્યું હતું કે , મૃતક બે બેન અને બે ભાઈમાં સૌથી મોટાં હતાં. તેઓના પતિને સીએનસી મશીનનું કારખાનું ચલાવે છે. જ્યારે તેમણે સંતાનમાં એક પુત્ર છે. જેથી દિકરાએ માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં કલ્પાંત છવાયો છે.તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથધરી છે.