ભાંગેલા રાજકોટ-ભાવનગર હાઇ-વેને સત્વરે રીપેર કરાવવા માંગ
રાજકોટ-ભાવનગર હાઇવે પર ઠેર ઠેર ગાબડા નહીં ખાડા પડી ગયા હોય ભાંગેલા ભાવનગર હાઇવેને સત્વરે રીપેર કરાવવા માટે રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિશિત ખૂંટ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરાઇ છે. તુટી ગયેલા હાઇવેના કારણે અવારનવાર અકસ્માતમાં વધારો થાય છે. બે વર્ષથી રજૂઆતો કરાઇ છે. એવા જવાબો મળે છે કે હાઇવે રિ-સર્ફસીંગનું કામ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. હજુ સુધી કોઇ કામગીરી થતી નથી. રોજીંદા અસંખ્ય વાહન ચાલકો હેરાન પરેશાન-યાતના ભોગવે છે. ખાડાઓના કારણે અકસ્માતો થતાં રહે છે. તાત્કાલીક યોગ્ય કરવા માંગણી કરાઇ છે. જે રીપેરીંગ કામ હાથ ન લેવાય તો રાજકોટથી આટકોટ સુધી પદયાત્રા કરી વિરોધ નોંધાવાશેની ચિમકી ઉચ્ચારાઇ છે. રજૂઆતમાં સાથે સાથે ત્રંબા (કસ્તુરબાધામ)નાં સરપંચ ભાવેશ પીઠવા અન્ય સાથી સદસ્યો વિજયભાઇ બોરડ, વલ્લભભાઇ રંગાણી તથા લવજીભાઇ ઠેબચડા જોડાયા હતા.