Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની તપાસ કમિટીના વડા ચેતન નંદાણીને હટાવાયા

Fri, July 3 2026

આઈએએસ કેતન જોષીને જવાબદારી: ડિમોલિશન પાછળ ૨૫ શાખાને બિલ બનાવ્યા હોય એકઠા કરવાનું શરૂ

નંદાણીએ એક વખત સમિતિ સાથે બેઠક પણ કરી લીધી હતી: `અભ્યાસ’ લાંબો ચાલશે પણ રિપોર્ટ ધગધગતો બનવાના ભણકારા

રાજકોટના જંગલેશ્વરમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવેલા ડિમોલિશન પાછળ ચા-પાણી-નાસ્તો, વીડિયો શૂટિંગ, ફોટોગ્રાફી, ભોજન સહિતનો ખર્ચ ધારણા કરતા વધુ કરવામાં આવ્યો હોય જબરદસ્ત વિવાદ શરૂ થઈ ગયો છે. બજારભાવ કરતા તંત્રએ વધુ ભાવ ચૂકવી કોઈને `લાભ’ કરાવ્યો હોવાના સવાલોનો મારો થવા લાગતા આ તમામ ખર્ચની તપાસ કરવા માટે મેયરના અનુરોધ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. સોમવારે તપાસ સમિતિની રચના થયા બાદ બુધવારે જ તેમાં મોટો ફેરફાર પણ થઈ જતાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. જો કે આ ફેરફાર પ્રકરણની તટસ્થ અને તલસ્પર્શી તપાસ થઈ શકે તે માટે કરવામાં આવ્યો હોવાનો જવાબ પણ તંત્રવાહકો તરફથી મળી રહ્યો છે.

આ સમિતિના વડા તરીકે નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત સમિતિમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર બી.એલ.કાથરોટિયા, સિટી ઈજનેર પરેશ અઢીયા, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિની રચના સોમવારે થયા બાદ બુધવારે સાંજના સમયે સમિતિના વડા એવા સી.કે.નંદાણીને પડતા મુકી તેમના સ્થાને નાયબ મ્યુનિસિપલ કમિશનર (આઈએએસ) કેતન જોષીને વડા તરીકેની જવાબદારી સોંપતો હુકમ કરવામાં આવ્યો હતો.

એકંદરે રાતોરાત આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો તેને લઈને તરેહ-તરેહની ચર્ચાઓ કચેરીમાં સાંભળવા મળી હતી. બીજી બાજુ આ સમિતિની તપાસ માત્રને માત્ર જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ પૂરતી જ મર્યાદિત હોય તત્કાલિન વડા સી.કે.નંદાણી દ્વારા સમિતિમાં સામેલ સભ્યો સાથે બેઠક પણ કરવામાં આવી હતી. આ ડિમોલિશન દરમિયાન ૨૫ જેટલી શાખા દ્વારા અલગ-અલગ બિલ બનાવવામાં આવ્યા હોય આ તમામ બિલ એકઠા કરવાનું શરૂ કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે કોઈ પ્રકારની કચાશ રાખવામાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું હોય તેના કારણે જ સીનિયર કક્ષાના આઈએએસ અધિકારીને સમિતિના વડા બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ ડીએમસી કેતન જોષી પાસે પીજીવીસીએલના એમ.ડી.તરીકેનો ચાર્જ પણ હોય હવે તેમના ઉપર કામગીરીનું વધારાનું ભારણ આવશે તે પણ નિશ્ચિત છે.

Tags:

AccountabilityChetanNandaniCityPlanningCivicEngagementCommunityImpactConstructionRegulationsDemolitionCostGovernmentOversightInvestigationCommitteeJangleshwarDemolitionLocalNewsPolicyChangePublicInquiryTransparencyUrbanDevelopment

Share Article

Other Articles

Previous

એક માસમાં ૧૪,૦૪૧ દસ્તાવેજોની નોંધણી સરકારની તિજોરીમાં ૮૩.૩૯ કરોડની આવક

Next

ISRO હેડક્વાર્ટર બોમ્બ ઈમેઈલથી ખાલી, સર્ચમાં કંઈ નહીં પણ સુરક્ષા પર સવાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ટેલિગ્રામને 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો પડશે સખત કાર્યવાહી
2 મિનિટutes પહેલા
કેન્દ્ર સરકારે લશ્કર-જૈશના 23 આતંકીઓને UAPA હેઠળ જાહેર કર્યા આતંકવાદી
26 મિનિટutes પહેલા
માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની ચેતવણી
52 મિનિટutes પહેલા
બદરીનાથમાં દાન-ચઢાવા મામલે ગેરરીતિના આક્ષેપ થતાં BKTC એક્શન મોડમાં: તપાસના આદેશ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3216 Posts

Related Posts

રાજકોટ : દારૂની 1212 બોટલ બુટલેગર પહેલા પોલીસ પાસે પહોંચી ગઈ : પાંચની ધરપકડ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટ-અમદાવાદ વચ્ચે એસ.ટી.ની વધુ ચાર અદ્યતન બસ મૂકાઇ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Deva Advance Booking : ‘સ્કાય ફોર્સ’ને ટક્કર આપવા માટે શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ આવી : એડવાન્સ બુકિંગમાં કરી આટલી કમાણી
Entertainment
1 વર્ષ પહેલા
કારમાંથી અત્યાર સુધી કૂલ કેટલું સોનું નીકળ્યું ? બીજું શું હાથ લાગ્યું છે ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર