પરેશ ધાનાણીનું વધુ એક ટ્વિટ વાયરલ :‘સિંઘમ’નાં દ્રશ્યો સાથે કવિતા કરી પોસ્ટ કરી
ગુજરાતમાં ૭મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. મતદાનને આડે હવે વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની સૌથી ચર્ચિત બેઠકોમાની એક રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે ફરી એક વાર પરેશ ધાનાણીનું ટ્વિટ સામે આવ્યું છે જેમાં આ પોસ્ટમાં તેમણે ‘સિંઘમ’ ફિલ્મના દ્રશ્યો સાથે કવિતા પોસ્ટ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
""સિંઘમ-3 ની શરુઆત""
— Paresh Dhanani (@paresh_dhanani) May 3, 2024
"સરદાર" ના અસલી વારસોએ
હવે ખુદજ "સિંઘમ" બની અને,
સતાની એડીએ "અઢારેય વર્ણ"
પર અત્યાચાર કરનારા બધાજ
"જયકાંત શીકરે" ના..,
"અહંકાર"ને ઓગાળવાની લડાઈ
આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!#સરદાર_સ્વાભિમાન_સંમેલન pic.twitter.com/7pVsEZgqaO
હાલ મોટા ભાગના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. દૈનિક ધોરણે પોસ્ટ કરી પોતાનો અને પક્ષનો પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, કોંગ્રેસના નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર પરેશ ધાનાણીનું ફરી એક વાર ટ્વિટ સામે આવ્યું છે. જેમાં ‘સિંઘમ’ ફિલ્મના દ્રશ્યો સાથે ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
શું છે આ મુદ્દો ?
હવે રાજ્યમાં સરદાર પટેલના અસલી વારસદાર કોણ તેને લઈ રાજનીતિ શરૂ થઈ છે. ભાજપના નેતાઓને રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરદારના નકલી વારસદાર ગણાવ્યા હતા. જ્યારે સરદારનો હું અસલી વારસ છું તેનો મને ગર્વ હોવાની વાત કરી હતી. પરેશ ધાનાણીએ આજે ફરી X ( ટ્વિટર ) પર પોસ્ટ કરી અને લખ્યું કે અઢારેય વર્ણ પર અત્યાચાર કરનાર જયકાંત શીકરેના અહંકારને ઓગળવા વિનંતી કરૂ છું.
પરેશ ધાનાણીએ પોસ્ટમાં શું લખ્યું ??
પરેશ ધાનાણીએ પોસ્ટમાં લખ્યું છે કે “”સિંઘમ-3 ની શરુઆત”
” “સરદાર” ના અસલી વારસોએ હવે ખુદજ “સિંઘમ” બની અને, સતાની એડીએ “અઢારેય વર્ણ” પર અત્યાચાર કરનારા બધાજ “જયકાંત શીકરે” ના.., “અહંકાર”ને ઓગાળવાની લડાઈ આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!
