રાજકોટ સિવિલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ
રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના ઝપેટમાં અનેક બાળકો આવી રહ્યા છે. અને હાલ 30થી વધુ બાળકોના મોત થયાનું બહાર આવ્યું છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં મોટા મવામાં રહેતા 11 વર્ષની તરૂણીમાં વાયરસના લક્ષણો જણાતા તેને હાલ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.અને તપાસમાં જણાવ મળ્યું હતું કે,તરૂણી પહેલા દાહોદ હતી. અને એક માસ પૂર્વે જ રાજકોટ આવી હતી.અને બીજી બાજુ પડધરીની 7 વર્ષની બાળકીને તાજેતરમાં અહી દાખલ કરવામાં આવી હતી. અને તેનો રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જે હાલ પોઝિટિવ આવ્યો છે. પંરતુ તેની તબિયત સારી હોવાની તબીબોએ જણાવ્યું છે. જેથી હાલ સિવિલ હોસ્પિટલમાં તરૂણી સહિત કુલ પાંચ બાળકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.