એક એવું ઘી જેની કિંમતએક લિટરના રૂ.2 લાખ!
વેદ-પુરાણોમાં દર્શાવેલી રીત મુજબ તૈયાર કરવામાં આવે છે ઘી: વિશ્વના 100 વધુ દેશમાં થાય છે વેચાણ: ગૌ આધારિત ખેતી કરી વર્ષે રૂ.4 કરોડની કમાણી કરી રહ્યો છે માત્ર 7 ધો.પાસ ખેડૂત
ગોંડલથી 7 કિલોમીટર દૂર વોરાકોટડા રોડ પર ‘ગીર ગૌ જતન સંસ્થાન’આવેલી છે. આજકાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે તેવા સમયેગીર ગૌ જતન સંસ્થાનના રમેશભાઇ રૂપારેલીયા નામનાખેડૂત પણ ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.તો પોતાની પાસે રહેલી ગાયોને ઉત્તમ અને હર્બલ પોષ્ટીક પશુ આહાર આપવામાં આવે છે. જ્યારે પ્રાચિન આર્યુર્વેદિક પધ્ધતિની પ્રમાણે ઘી તૈયાર કરીને રૂ.૩પ૦૦ થી રૂ.2 લાખ એક લિટરના ભાવથી તેઓ વેચાણ કરી રહ્યા છે. આ ઉપરાંત ગાયના છાણમાંથી તેઓ બાયોફર્ટીલાઈઝર્સ ખાતર બનાવીને વેચાણ કરે છે. ગાયના છાણમાં વેલ્યુએડિશન કરીને તેમાંથી ચંપલ, આસન સાબુ ઉપરાંત અનેક એન્ટીક વસ્તુઓ બનાવે છે. તેમને અત્યાર સુધીમાં અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
ગીર ગૌ જતન સંસ્થાન ચલાવતા રમેશભાઈએ કહ્યું હતું કે, મારી આર્થિક પરિસ્થિતિ સારી નહતી એટલે હું જમીન વાવવા રાખતો હતો. વર્ષ 2010માં રૂ.36 લાખની ડુંગળીનું ઉત્પાદન થયું. આ સમયે જ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતી માટે સબસિડીની યોજના બહાર પાડી. તેના દ્વારા મે ગૌ આધારિત ખેતીની શરૂઆત કરી. ત્યારબાદ આજે મારી પાસે ગૌશાળામાં 200 ગાય છે. ધીમે-ધીમે આપણાં વેદ-શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સંશોધન કરીને ઘી બનાવવાની શરૂઆત કરી. જ્યારે ગાયના દૂધ, ઘી, દહી, ગૌ મૂત્ર અને છાણમાંથી જુદી-જુદી અન્ય પ્રોડક્ટ બનાવી અને તેમાં સફળતા પણ મળી.
ગૌ શાળામાં 60 પ્રકારના જુદા-જુદા હર્બલ ઘી સંશોધન કરીને બનાવવામાં આવે છે. જે વિવિધ રોગ દૂર કરવામાં ઉપયોગી બને છે. આ ઘીનું પ્રથમ ગૌ શાળામાં અને ત્યારબાદ સરકાર માન્ય લેબમાં પરીક્ષણ પણ કરવામાં આવે છે. આપણાં ઋષિમુનિઓએ શાસ્ત્રોમાં અને વેદ-પુરાણોમાં જે ઘી બનાવવાની પધ્ધતિનું વર્ણન કર્યું છે તે મુજબ ઘી બનાવવામાં આવે છે. શિરીષ પંચાંગ ધૃત ઘી થી કેન્સર જેવી બીમારીના જીવણું દૂર કરે છે. ઉપરાંત લોહી શુધ્ધ કરે છે અને ડાયાબિટીસ જેવી બીમારીમાં પણ અસરકારક છે. જ્યારે કુમાર કલ્યાણ ઘી જન્મજાત દોષ દૂર કરે છે. આમ જુદા-જુદા ઘીની અસર થાય છે. જે સૌથી મોંઘું ઘી રૂ.2 લાખનું ઘી છે તેનું નામ ‘કુમકુમ આધિ’ ઘી છે. જે ચહેરા પરના કાળા ડાઘ પર લગાવવાથી તે ડાઘ 8 થી 10 દિવસમાં દૂર થતાં હોવાનું એમનું કહેવું છે.
ગાય આધારિત બનતી અલગ-અલગ પ્રોડક્ટનું સમગ્ર દેશમાં નહિ પરંતુ અમેરિકા, કેનેડા, ગલ્ફ સહિત વિશ્વના કુલ 123 દેશોમાં તેનું વેચાણ કરવામાં આવે છે. નવાઇની વાત છે કે આ સંસ્થાની ગૌશાળામાં ઘી, દૂધ અને છાશ તો બને છે પરંતુ તેની સાથે સાથે અગરબત્તી સેવન સાબુ અને શેમ્પૂ સહિતની ગાય આધારિત 170 જેટલી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેનું ઓનલાઇન વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે વાર્ષિક ત્રણ ઓવર અંદાજે રૂ.4 કરોડ જેટલું છે. 3 પ્રકારના ઘીનો ખાવામાં ઉપયોગ કરી શકાય છે જ્યારે અન્ય 60 પ્રકાર ઘી છે તે હર્બલ ઘી છે.
કેમ આટલું મોંઘું છે આ ઘી?
ગીર ગૌ જતન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા આયુર્વેદિક અને વૈદિક શાસ્ત્રોથી તૈયાર કરેલા અલગ પ્રકારના ઘી બને છે, આ સંસ્થામાં જે રૂ.2 લાખ પ્રતિ લિટરના ભાવે ઘી વેચાય છે. આ ઘીને બનાવવા માટે ગાયને 34 પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટીનું સેવન કરાવવામાં આવે છે. ઉપરાંત આ ઘી બનાવવા માટે શુધ્ધ કેસર, હળદર સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. કાશ્મીરમાં મોટાપાયે કેસરનું ઉત્પાદન થતું હોવાથી ત્યાંથી કેસર મંગાવવામાં આવે છે. માટે ઘી મોંઘું હોવાનું જાણવા મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જયારે ગાયના દૂધ, ઘી, દહી, ગૌ મૂત્ર અને છાણમાંથી જુદી-જુદી અન્ય પ્રોડક્ટ બનાવવામાં આવે છે તેવું રમેશભાઈ જણાવે છે.
સમગ્ર પ્રોડ્કટનું થાય છે ઓનલાઈન વેચાણ
ગૌ શાળામાં બનતી ગૌ આધારિત ઘી સહિત 150 પ્રકારની પ્રોડ્કટનું ઓનલાઈન વેચાણ થાય છે. તેના માટે ગૌ શાળામાં જ ઓફિસ બનાવવામાં આવી છે અને 20 કર્મચારીઓ ફરજ બજાવે છે. જ્યારે ઉત્પાદન માટે પણ 20 કર્મચારીનો સ્ટાફ છે. ગુજરાત ઉપરાંત દેશ અને વિદેશમાંથી ઓનલાઈન ઓર્ડર આવે છે.