રાજકોટ જિલ્લામાં પૂર અસરગ્રસ્તોને 11.78 લાખની સહાયના ચુકવણા
2475 અસરગ્રસ્તોને કેશડોલ્સ, 48 કુટુંબોને ઘરવખરી અને પશુમૃત્યુના 105 કિસ્સામાં સહાય ચૂકવાઈ
રાજકોટ : રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ બાદ કેશડોલ્સ, ઘરવખરી અને પશુમૃત્યુના કિસ્સામાં સહાયના ચુકવણા કરી દેવામાં આવ્યા છે જેમાં રવિવારે રજાના દિવસે પણ કામગીરી કરી તંત્ર દ્વારા કુલ 2475 અસરગ્રસ્તોને કેશડોલ્સ, 48 કુટુંબોને ઘરવખરી અને પશુમૃત્યુના 105 કિસ્સામાં સહાય ચૂકવાઈ હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ રાજકોટના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ વરાપ નીકળતા જ અસરગ્રસ્તોને સરકારી સહાયના ચુકવણા કરવામાં આવ્યા હતા જેમાં 2475 અસરગ્રસ્તોને 4.21 લાખની કેશડોલ્સ, 48 કુટુંબોને 1.21 લાખની ઘરવખરી સહાય અને પશુમૃત્યુના 105 કિસ્સામાં 6.36 લાખની સહાય ચૂકવવામાં આવી હતી.