Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમનેશનલ

હૈદરાબાદમાં પોલીસ કોમ્પ્યુટર સર્વિસીસનાં અધિકારીની કાળી કમાણીનો પર્દાફાસ

Sat, July 4 2026

તેલંગાણા એન્ટિ-કરપ્શન બ્યુરો એ હૈદરાબાદમાં પોલીસ કોમ્પ્યુટર સર્વિસિસના ડી.એસ.પી. સંકીરેડ્ડી ભીમ રેડ્ડીના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડી 200 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો ખુલાસો કર્યો છે. તેમના પર આવક કરતાં વધુ સંપત્તિ એકત્રિત કરવાનો આરોપ છે. એસીબીનાં  જણાવ્યાનુસાર અધિકારીએ પોતાની નોકરી દરમિયાન કથિત રીતે ભ્રષ્ટાચાર અને અન્ય ગેરકાયદે માર્ગોથી વિશાળ સંપત્તિ ઊભી કરી હતી. આ કેસમાં એસીબીની ટીમોએ એકસાથે 16 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમાં ડીએસપીનું ઘર તેમ જ તેમના સંબંધીઓ, મિત્રો, કથિત બેનામીદારો અને સહયોગીઓ સાથે જોડાયેલી મિલકતોનો સમાવેશ થાય છે.

આ દરોડા દરમિયાન એસીબીને તેલંગાણા અને કર્ણાટકમાં ફેલાયેલી તેમની વિશાળ સંપત્તિના પુરાવા મળ્યા હતા. આ અધિકારીઓને પ્રોપર્ટી સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા, જેમાં વેસેલા મેડોઝ, ઇબ્રાહિમ બાગમાં પેન્ટહાઉસ ધરાવતું લક્ઝરી વિલા, ટેલિકોમ નગર, ગાચીબૌલી અને તેલ્લાપુરમાં ચાર રહેણાક ફ્લેટ, નાગોલ અને પટાંચેરુમાં ત્રણ ખાલી પ્લોટ, મણિકોંડામાં આવેલા  કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભાગીદારી, 3000 ચોરસ ફૂટની કોમર્શિયલ જગ્યા તેમ જ કર્ણાટક, સંગારેડ્ડી, વિકારાબાદ અને મુચિંતાલામાં 50 એકરથી વધુ કૃષિ જમીન સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક માઇનિંગ કંપનીમાં 75 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે.

આ પણ વાંચો: અરજદારના 16 દસ્તાવેજોને નાગરિકતાના પુરાવા માનવાનો ગૌહાટી હાઇકોર્ટનો ઇનકાર

આ દરોડા દરમિયાન ડીએસપીના ઘરેથી 3.6 લાખ રૂપિયા રોકડા અને એક કથિત બેનામીદારના ઘરેથી 40 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત બે કિલો સોનાના દાગીના અને 20 કિલો ચાંદીની વસ્તુઓ પણ મળી આવી. લગભગ 19.91 લાખ રૂપિયાની બેંક ડિપોઝિટની પણ માહિતી સામે આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલી અચળ સંપત્તિની બજાર કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે. ડીએસપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 (2018ના સુધારા મુજબ)ની કલમ 13(1) (b) અને 13 (2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ACBએ જણાવ્યું છે કે હજુ પણ વધારાની સંપત્તિઓની તપાસ ચાલુ છે અને કુલ સંપત્તિનું મૂલ્ય વધુ વધી શકે છે. કથિત ગેરકાયદે સંપત્તિનો સંપૂર્ણ પત્તો લગાવવા તેમ જ આ સમગ્ર કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Tags:

AccountabilityMattersBlackMoneyCorruptionExposedCrimeWatchFinancialCrimeHyderabadNewsHyderabadPoliceInvestigativeJournalismLawEnforcementCorruptionMoneyLaunderingPoliceScandalPublicIntegrityTransparencyInGovernmentUncoverTheTruthWhistleblower

Share Article

Other Articles

Previous

કર્ણાટકની યુનિવર્સિટીની કમાલ: સાંજે 5:30એ પરીક્ષા પૂરી થઇ, 5:35એ પરિણામ

Next

અરજદારના 16 દસ્તાવેજોને નાગરિકતાના પુરાવા માનવાનો ગૌહાટી હાઇકોર્ટનો ઇનકાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
બદરીનાથમાં દાન-ચઢાવા મામલે ગેરરીતિના આક્ષેપ થતાં BKTC એક્શન મોડમાં: તપાસના આદેશ
2 મિનિટutes પહેલા
કાશી વિશ્વનાથ મંદિરમાં PAC જવાનની બંદૂકમાંથી ભૂલથી છૂટેલી ગોળીથી 3 લોકોને ઈજા, સુરક્ષા સઘન
42 મિનિટutes પહેલા
પાકિસ્તાનમાં ભવ્ય વેદિક યુગના સ્થાપત્યો ભૂંસી નાખવાનો ખેલ
1 કલાક પહેલા
દિલ્હીમાં દોડતી ઈ- રિક્ષા અચાનક બંધ કરી દેતી બે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3214 Posts

Related Posts

તહેવારોમાં રાજકોટનો ઈશ્વરિયા પાર્ક સવારે ૮થી સાંજે ૮ સુધી ખુલ્લો રહેશે
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટનો ‘કચરામેળો’: 93000 કિલો કચરો કાઢ્યો છતાં હજુ ઢગલાં યથાવત, રેસકોર્સ ફરતે ચીતરી ચડી જાય તેવો કચરો
ગુજરાત
11 મહિના પહેલા
ઉત્તર પ્રદેશના સંંભલમાં ગઈકાલે મસ્જિદના સર્વે બાબતે થયેલી હિંસાનો મૃત્યુ આંક 4 થયો, પશ્ચિમ યુપીમાં હાઈ એલર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચોંકશો નહિ: પર્સનલ લોનની બેન્ક ક્રેડિટ 13.3 લાખ કરોડ પર પહોંચી ગઈ
બિઝનેસ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર