ગતિમાપક યંત્ર ગોઠવી રહેલા ટ્રાફિક પોલીસનું જ બેફામ કાર અડફેટે મોત
ફરજ દરમિયાન દુર્ઘટના; પત્ની અને બે સંતાનો નિરાધાર વાહનની ગતિ તો માપી શકાય, કાળની ગતિ કોઈ માપી શકે..?
મીટરની શરૂઆતમાં અથવા વચ્ચે ગોળ રાઉન્ડમાં આ લેવું
રાજધાની દિલ્હીમાં એક કરુણ ઘટનામાં ફરજ દરમિયાન સ્પીડ મોનિટરિંગ મશીન ગોઠવી રહેલા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અમિતનું બુધવારે સાંજે બેકાબૂ કારની ટક્કરથી મોત થયું હતું. અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાના આધારે કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી કાર જપ્ત કરી લીધી હતી.
આ પણ વાંચો: સંસદના ચોમાસુ સત્રમાં શાસક-વિપક્ષ વચ્ચે ખરાખરીના ખેલ થવાના અણસાર
પ્રાપ્ત વિગતો મુજબ હરિયાણાના સોનીપતના રહેવાસી હેડ કોન્સ્ટેબલ અમિત સિંઘુ બોર્ડર નજીક ટ્રાફિક બૂથ પાસે સ્પીડ માપવાનું મશીન સ્થાપિત કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવેલી મારુતિ સુઝુકી બલેનો કાર તેમને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.ભોગ બનેલ હેડ કોન્સ્ટેબલ અમિત તેમના પાછળ પત્ની અને બે સંતાનોને વિલાપતા મૂકી ગયા છે. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તરત જ અનેક ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે કારની ઓળખ કરી કુલદીપ ઉર્ફે કરણ અને નીરજ નામના બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
