કાશ્મીરમાં ખૂંખાર આતંકવાદીના ભાઈએ શાનથી તિરંગો લહેરાવ્યો, કહ્યું,’સારે જહા સે અચ્છા હિન્દુસ્તાન હમારા’
સરકારની કાશ્મીર નીતિ રંગ લાવી રહી છે
પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં હવા ફરી રહી છે. આતંકવાદનો અસ્તાચળ નિશ્ચિત બન્યો છે.કાશ્મીર મુખ્ય પ્રવાહમાંવભળી રહ્યું છે. દરેક દેશવાસી નું દિલ ખુશ કરી દે તેવી એક ઘટનામાં પાકિસ્તાનમાંથી કાર્યરત ખૂંખાર આતંકવાદી જાવીદ મટુના ભાઈ રઇશ મટુએ ‘ હર ઘર તિરંગા’ના વડાપ્રધાનના આહવાનને માન આપી પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા હતા.
રઈશે કહ્યું કે મારી ઉપર કોઈનું દબાણ નથી. હું દિલથી તિરંગો લહેરાવું છું કારણ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા હૈ ઉસકે યે ગુલીસ્તાન હમારા.
કેન્દ્ર સરકારની કાશ્મીરનીતિના ફળ મળવાના શરૂ થઈ ગયા છે.રઇશ મટુએ કહ્યું કે રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે. હું આજે 14 મી ઓગસ્ટે મારી દુકાનમાં બેઠો છું. અગાઉ સ્વાતંત્રય પર્વ ઉપર દુકાનો અને બજારો બે ત્રણ દિવસ સુધી બંધ રહેતી. પહેલાની રાજકીય પાર્ટીઓ અમારી સાથે રમતો રમતી હતી. તેણે વધુમાં કહ્યું કે મારો ભાઈ 2009માં આતંકવાદી બની ગયો હતો અને તે ક્યાં છે તે મને ખબર નથી પણ જો તે જીવતો હોય તો તેને ભારત પરત આવવા હું વિનંતી કરું છું. અંતે તેણે જણાવ્યું કે પાકિસ્તાન કંઈ કરી શકશે નહીં. અમે હિન્દુસ્તાની છીએ અને રહેશું.