ઉત્તર પ્રદેશમાં ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહ બન્યા ઉપ -પ્રમુખ, સપામાંથી આવેલા મહિલા નેતા પૂજા પાલને પણ મોટી જવાબદારી
ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચુંટણી થવાની છે અને રાજકીય પક્ષો અત્યારથી જ તેની ગોઠવનમાં લાગી ગયા છે. જો કે અહીં ભાજપની સ્થિતિ ઘણી મજબૂત રહી છે તેમ છતાં યુવા ચહેરોને આગળ કરવા અને સિનિયર લોકોને કામે લગાડવા માટે વ્યૂહરચના મુજબ યુપી ભાજપ પ્રમુખ પંકજ ચૌધરીએ રાજ્ય સંગઠનની નવી યાદી જાહેર કરી હતી. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહને પણ ઉપાધ્યક્ષ બનાવાયા છે.
પ્રાદેશિક સંગઠનની યાદીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. સંગઠનના પદાધિકારીઓ માટે દિલ્હીથી લખનૌ સુધી ઘણી વખત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગુરુવારે આ યાદી જાહેર કરવામાં આવી હતી. સંગઠનની આ યાદીમાં 19 ઉપપ્રમુખો અને 8 મહાપ્રબંધકો બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મુનીરને પતાવી દેવાનો મોસાદનો કથિત કારસો અને “ભૂંસી” નાખવાની પાકિસ્તાનની ધમકી
જો સંગઠનમાં મોટા ચહેરાઓની વાત કરીએ તો, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહ, ધારાસભ્ય પૂજા પાલ, સુરેશ રાણાને રાજ્ય ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. પૂજા પળ સપામાંથી ભાજપમાં આવ્યા હતા.
યુપીના ભાજપ સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા ઘણા સમય પહેલા જ દર્શાવવામાં આવી રહી હતી. ગુરુવારે સવારે જ્યારે પત્રકારોએ પંકજ ચૌધરીને પૂછ્યું કે ભાજપની સંગઠન યાદી ક્યારે બહાર આવશે, ત્યારે તેમણે કહ્યું, “થોડી ધીરજ રાખો.” થોડા દિવસો પછી, સંગઠનની યાદી જાહેર કરવામાં આવી તે અગાઉ, સીએમ યોગી અને પંકજ ચૌધરી સાથે ટોચના નેતૃત્વ દિલ્હીમાં ઘણી વખત મળ્યા હતા અને અંતિમ નામો પર ચર્ચા કરી હતી.
