Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

વિદેશી ફંડ મેળવતી NGO માટે નવા કડક નિયમો: સરકારે ગાળિયો કસ્યો

Wed, June 24 2026

સરકાર માન્ય યાદીમાંથી જ હેતુ પસંદ કરવાનું ફરજિયાત

વિદેશી ફંડ મેળવતી બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) માટે કેન્દ્ર સરકારે ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) હેઠળના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. હવે વિદેશી સહાય મેળવવા ઇચ્છતી સંસ્થાઓએ અરજી વખતે પોતાના કાર્યનો ચોક્કસ હેતુ તેમજ કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવૃત્તિઓ હાથ ધરવાની છે તેની સ્પષ્ટ માહિતી આપવી પડશે. ગૃહ મંત્રાલયે બહાર પાડેલી સૂચના મુજબ વિદેશી નાણાંના ઉપયોગમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આ સુધારા કરવામાં આવ્યા છે.

નવા નિયમો હેઠળ સંસ્થાઓએ સરકાર દ્વારા નક્કી કરાયેલી યાદીમાંથી જ પોતાના હેતુઓ પસંદ કરવા પડશે. અગાઉ નોંધાયેલ તમામ સંસ્થાઓને પણ એક વર્ષની અંદર પોતાના માન્ય હેતુઓ અને કાર્યક્ષેત્ર અંગે સરકારને જાણ કરવી પડશે. વિદેશી નાગરિકોને મુખ્ય હોદ્દેદાર તરીકે ધરાવતી સંસ્થાઓને નોંધણી અથવા પૂર્વ મંજૂરી આપવાના મામલે પણ કેન્દ્રે કડક વલણ અપનાવ્યું છે. ઉપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ટ, અંતિમ દાતા (અલ્ટિમેટ ડોનર) અને પ્રવૃત્તિ અહેવાલોની માહિતી આપવી ફરજિયાત બનાવાઈ છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી આવતા મહિને 3 દેશોની યાત્રા કરી શકે છે

સરકારે નિષ્ક્રિય સંસ્થાઓ પર પણ લગામ કસતા છેલ્લા બે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 10 લાખ વિદેશી ફંડ નિર્ધારિત પ્રવૃત્તિઓ પર ખર્ચ્યા હોવા જોઈએ તેવી શરત મૂકી છે. પૂર્વ મંજૂરી હેઠળ મળતા હપ્તાઓમાં પણ અગાઉ મળેલી રકમના 75 ટકા ઉપયોગ બાદ જ આગામી હપ્તો મંજૂર થશે.

ધાર્મિક હેતુ માટે પણ નિયમોમાં ફેરફાર

નવા નિયમોમાં ધાર્મિક પ્રવૃત્તિઓને માન્ય હેતુ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં ધાર્મિક સ્થળોના નિર્માણ, સમારકામ અને જાળવણી, ધાર્મિક શિક્ષણ, ભક્તિસંગીતના પ્રચાર અને આધ્યાત્મિક કાર્યક્રમો જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક શિક્ષણ, આદિવાસી અને પરંપરાગત આસ્થાઓના સંરક્ષણ, ધાર્મિક પરંપરાઓના દસ્તાવેજીકરણ તથા સત્સંગ-પ્રવચન જેવી પ્રવૃત્તિઓમાં ધર્માંતરણ (પ્રોસેલિટાઇઝેશન) સામેલ ન હોવું જોઈએ. એટલે કે ધાર્મિક કાર્ય માટે વિદેશી ફંડનો ઉપયોગ થઈ શકશે, પરંતુ તેનો ઉપયોગ ધર્મપરિવર્તન પ્રોત્સાહિત કરવા માટે કરી શકાશે નહીં.

Tags:

AidTransparencyCharityRegulationsComplianceNowFinancialTransparencyForeignFundsForeignSupportFundingComplianceFundingStricterGlobalNGOGovernmentOversightGovernmentRegulationsInternationalAidNewRulesNGOsNonprofitFundsNonProfitSectorPolicyUpdateRegulatoryChangesRuleChangesTightenedNoose

Share Article

Other Articles

Previous

RTI નિયમોમાં ફેરફાર નહીં હટાવાય તો આમરણાંત ઉપવાસની જાહેરાત

Next

વડાપ્રધાન મોદી આવતા મહિને 3 દેશોની યાત્રા કરી શકે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમેરિકાન નાગરિકતા મેળવાની ફી 75% વધી
17 સેકન્ડ પહેલા
અવકાશમાંથી સીધા ધરતી પર, સ્પેસએક્સને ત્રણ દિવસમાં જ 600 અબજ ડોલરનો ઝટકો
1 કલાક પહેલા
અમેરિકાએ ઈરાન ઓઇલ ઉપરથી પ્રતિબંધ હટાવતાં ભારતને ઘી-કેળા
1 કલાક પહેલા
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ખુલશે પંચર અને વાહન રિપેરની દુકાનો,
1 કલાક પહેલા
Categories

નેશનલ

3153 Posts

Related Posts

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણના મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
યુપીમાં એક લીટર કેમિકલ વડે 500 લીટર દૂધ બનાવનાર વેપારી અજય અગ્રવાલની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાને સભામાં કોંગ્રેસ પર કેવો કર્યો હુમલો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચોટીલા પાસે બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માતમાં ચારના મોત : ૧૮ને ઇજા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર