વીર ઝારાથી લઈને આ ઓલ્ડ બ્લોકબસ્ટર ફિલ્મ ફરી એકવાર મોટા પડદા પર થશે રિલીઝ, નોંધી લો તારીખ
અંગ્રેજીમાં એક કહેવત છે કે old is gold.. જૂનું એટલું સોનું… ગમે તેટતી નવી વસ્તુઓ આવી જાય જૂની વસ્તુઓની મજા અલગ હોય છે. ત્યારે આ વાત ફિલ્મોમાં પણ લાગુ પડે છે. ગમે તેટતી નવી ફિલ્મો આવી જાય જૂની ફિલ્મો જોવાની મજા જ અલગ હોય છે અને તેમાં પણ જો આ બધી જ જૂની ફિલ્મો થયેટરમાં જોવા મળે તો તેનો આનંદ જ અલગ છે તો હવે તમે આ આનંદ માણવા માટે તૈયાર થઈ જાવ. આ અહેવાલમાં અમે તમારા માટે વર્ષો પહેલા રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મોની યાદી લાવ્યા છીએ. જે સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે.
આ દિવસોમાં જૂની ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તાજેતરમાં જ ‘રહેના હૈ તેરે દિલ મેં’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘લૈલા મજનુ’ જેવી ઘણી ફિલ્મો ફરી એકવાર મોટા પડદા પર બતાવવામાં આવી હતી. હવે આ યાદીમાં શાહરૂખ ખાનની ‘વીર ઝરા’ અને ઐશ્વર્યા રાયની ‘તાલ’નું નામ પણ સામેલ થઈ ગયું છે. જે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. નીચે આ ફિલ્મોની યાદી અને પુનઃપ્રદર્શન તારીખો જુઓ…
તેઝાબ
આ યાદીમાં પહેલું નામ માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘તેઝાબ’નું છે. જે આ વર્ષે પહેલીવાર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર ખૂબ જ ખળભળાટ મચાવ્યો હતો. હવે ફરી એકવાર માધુરી દીક્ષિત અને અનિલ કપૂર અભિનીત આ ફિલ્મ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ સપ્ટેમ્બરમાં જ રીલિઝ થશે.
તાલ
અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાય અને અનિલ કપૂરની ફિલ્મ ‘તાલ’નું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. જે આ મહિને ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાલ કરતી જોવા મળશે. ફિલ્મમાં અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાયની લવસ્ટોરી બતાવવામાં આવી હતી. અનિલ કપૂર પણ ઐશ્વર્યાના મંગેતરના રોલમાં જોવા મળ્યો હતો.
વીર ઝારા
શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટાની આ આઇકોનિક ફિલ્મ પણ સપ્ટેમ્બર મહિનામાં 13મીએ ફરીથી રિલીઝ થશે. ફિલ્મમાં બંનેની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. ‘વીર ઝરા’માં રાની મુખર્જી પણ મહત્વના રોલમાં હતી. જેણે શાહરૂખ ખાનના વકીલની ભૂમિકા ભજવી હતી.રાની મુખર્જી પણ મહત્વના રોલમાં હતી. જેણે શાહરૂખ ખાનના વકીલની ભૂમિકા ભજવી હતી.
પરદેસ
આ લિસ્ટમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પરદેસ’નું નામ પણ સામેલ છે. જેની સાથે મહિમા ચૌધરીએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ફરી એકવાર 20 કે 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે.