મહાશક્તિઓનો મહાકુંભ; G7 સમિટમાં મોદી -ટ્રમ્પ વચ્ચે મુલાકાત
મોદીનું ગ્લોબલ સાઉથ સહિતના મુદ્દે પ્રેરક સંબોધન ; ફ્રાન્સના એવિયન શહેરમાં વડાપ્રધાનનું સ્વાગત, સમિટમાં મોદીની સતત 7 મી વાર ઉપસ્થિતિ; વિશ્વની નજર મંડાઇ
વિશ્વમાં સંકટ અને યુધ્ધની માનસિકતા વચ્ચે ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલ G7 સમિટ એટલે કે મહાશક્તિઓના મહાકુંભમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવિયન પહોંચ્યા હતા. અહીં એમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સમિટમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સહિતના વિશ્વ નેતાઓ સાથે મોદીએ હાથ મિલાવી મુલાકાત કરી હતી. વડાપ્રધાન સંબોધનમાં ગ્લોબલ સાઊથના વિકાસ મુદ્દે વાત કરશે. આ ઉપરાંત મોદીની આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત એક મહત્વપૂર્ણ ઘટના હશે. બંને નેતાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. ઉપરાંત, તેઓ પરસ્પર હિતના મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ ચર્ચા કરી શકે છે.
એવિયન પહોંચ્યા પછી, વડાપ્રધાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ વિશ્વના નેતાઓ સાથે વાત કરવા અને મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે ઉત્સુક છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત વધુ ટકાઉ અને સમૃદ્ધ અર્થતંત્ર માટે સામૂહિક પ્રયાસોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
આ પહેલા સ્વિસ રાષ્ટ્રપતિ પરમેલિને જીનીવા એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ સૌહાર્દપૂર્ણ શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું અને ભારત-સ્વિટ્ઝર્લૅન્ડ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ટૂંકી વાતચીત પછી, મોદી જીનીવાથી લગભગ 45 કિલોમીટર દૂર સ્થિત એવિયન ટાપુ માટે રવાના થયા હતા.
આ પણ વાંચો: ઈમ્પેક્ટ ફી ભરી મિલકત કાયદેસર કરાવવાની મુદ્દતમાં સાતમી વખત વધારો
વડાપ્રધાન મોદીની G7 સમિટમાં આ સતત સાતમી હાજરી છે અને આ મંચ પર ભારતની 13મી ભાગીદારી છે. સમિટમાં ભારતની સતત હાજરી મુખ્ય વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને શાંતિ, સુરક્ષા, ટકાઉ વિકાસ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં ભારતની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. ભારત માટે આ સમિટનું મહત્વ વધુ વધી જાય છે, કારણ કે વડા પ્રધાન વૈશ્વિક મંચ પર દક્ષિણના દેશોનો અવાજ અને ચિંતાઓ ઉઠાવે તેવી અપેક્ષા છે.
કાર્યકારી સત્રમાં ભાગ લીધો
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને વડા પ્રધાનનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ પછી, વડા પ્રધાન મોદી “નવી ભાગીદારીનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનર્નિર્માણ” વિષય પર ઉચ્ચ-સ્તરીય કાર્યકારી સત્રમાં ભાગ લીધો હતો. આ સત્રમાં G7 દેશોના નેતાઓ, સાથી દેશોના નેતાઓ અને વિશ્વ બેંક અને આફ્રિકન વિકાસ બેંકના વરિષ્ઠ પ્રતિનિધિઓ શામેલ થયા હતા.
રાત્રિ ભોજ અને વિશ્વ નેતાઓ સાથે વડાપ્રધાનની બેઠક
સમિટ દરમિયાન, વડા પ્રધાન કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અને સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. રાત્રે રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા આયોજિત ભવ્ય રાત્રિભોજનમાં પણ વડાપ્રધાને હાજરી આપી હતી.
