Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મણકા કેટલા નક્કર કેટલા ખોખલા? ભાગ: 2

Wed, July 29 2026

ગઈકાલે ચાલીસ દાવાઓના તથ્યની ચકાસણી કરી હતી. આજે ભાજપ સરકારની બાકીની સાઠ સિદ્ધિઓનું ફેક્ટ:ચેકિંગ!

41. GSTનો અમલ: નક્કર દાવો. પણ GST નો પ્રસ્તાવ કોણે મુકેલો?

42. GSTમાં મોટો ઘટાડો: ખોખલો દાવો. જીએસટી લાગુ પડ્યા પછી છાશવારે ફેરફારો આવતા જ રહ્યા છે.

43. સાંસ્કૃતિક વારસાનું જતન: દરેક દેશની દરેક વખતની સરકાર કરતી હોય.

44. તળાવોનું નિર્માણ: તળાવો પહેલા પણ બહુ બન્યા છે. હા, મિશન અમૃત સરોવર એપ્રિલ ૨૦૨૨ માં શરુ થયું. 2024 સુધી સત્તાવાર રીતે 68,000થી વધુ અમૃત સરોવર પૂર્ણ થયાનું જણાવાયું હતું.

45. હર ઘર નલ સે જલ: ખરો દાવો. જલ જીવન મિશન 2019માં શરૂ થયું અને કરોડો ગ્રામ્ય ઘરોમાં નળ જોડાણ વધ્યાં.

46. 22 કલાક વીજળી: કયા રાજ્યમાં, કયા ગામમાં અને કયા વર્ષમાં 22 કલાક? ભારતના પુરવઠામાં રાજ્યવાર ભારે તફાવત છે. કોઈ રાષ્ટ્રીય ગેરંટી કે સર્વસામાન્ય આંકડો અહીં આપવામાં આવ્યો નથી.

 47. આવકવેરામાં અભૂતપૂર્વ રાહત: દાવો ખોટો નહિ.

48. કલમ 370 ની નાબૂદી:  સો ટચનો નક્કર દાવો.

49. 553 નવા રેલવે સ્ટેશન: અસત્ય. ફેબ્રુઆરી 2024માં 553 હાલના સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ થયો હતો. 553 નવા સ્ટેશન બાંધવામાં આવ્યા નહોતા.

50. 1,500 નવા ઓવરબ્રિજ: ભ્રામક દાવો. સરકારી કાર્યક્રમમાં આશરે 1,500 રોડ ઓવરબ્રીજ અને અન્ડરપાસનું ઉદ્ઘાટન, રાષ્ટ્રાર્પણ તથા શિલાન્યાસ—ત્રણેયનો સંયુક્ત આંકડો હતો. પંદરસોએ પંદરસોનું નવું નિર્માણ થયું નથી.

આ પણ વાંચો: સરકારની સો સિદ્ધિઓની માળા: મણકા કેટલા નક્કર કેટલા ખોખલા? ભાગ- ૧

51. 200થી વધુ જૂના કાયદા નાબૂદ: સાચી રીતે ખોટો દાવો. ૨૦૦ કરતા પણ વધુ કાયદાઓ નાબુદ કરવામાં આવ્યા છે. સરકારની સારી કામગીરી.

52. ભ્રષ્ટ લોકો પર EDની રેકોર્ડબ્રેક રેડ: ખોખલો દાવો. રેડ અને કેસોની સંખ્યા ઘણી વધી છે. પરંતુ રેડ આરોપ છે, દોષસિદ્ધિ નહીં. માર્ચ 2026 સુધી PMLA હેઠળ 2,396 ફરિયાદો સામે સામે માત્ર 56 કેસ પુરવાર થયા. અનેક કેસની ટ્રાયલ બાકી છે. EDના રાજકીય અને પસંદગીયુક્ત ઉપયોગ અંગે પણ ગંભીર પ્રશ્નો ઊઠ્યા છે.

53. ₹3,000માં એક વર્ષનો FASTag: ભ્રામક દાવો. દરેકે દરેક રસ્તા પર અમર્યાદિત મુસાફરી કરી શકાતી નથી.

54. EVMમાં VVPATનો અમલ: ખોટી વાત. VVPATનો પ્રથમ ઉપયોગ સપ્ટેમ્બર 2013માં થયો હતો.

55. કર્તવ્ય પથ: ખોટું ન કહી શકાય.

56. ચલણી નોટો પર સાંસ્કૃતિક વારસાના ચિત્રો: આ કઈ લોકકલ્યાણનું કામ છે?

57. નાલંદા યુનિવર્સિટીનું પુનર્નિર્માણ: અડધો સાચો દાવો. આધુનિક નાલંદા યુનિવર્સિટીની પુનઃસ્થાપનાનો વિચાર 2006માં આગળ આવ્યો, સંસદીય કાયદો 2010માં પસાર થયો અને શૈક્ષણિક કામગીરી 2014માં શરૂ થઈ. નવો કેમ્પસ મોદી સરકારે 2024માં ઉદ્ઘાટિત કર્યો.

58. તેજસનું સ્વદેશી ઉત્પાદન: અડધું સાચું. તેજસ પ્રોજેક્ટ 1983માં શરૂ થયો, પ્રથમ ઉડાન 2001માં થઈ અને 2016માં વાયુસેનામાં સામેલ થયો.

59. મોબાઇલ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા: નક્કર દાવો. યુપીએ સરકારે મોબાઈલના ઉત્પાદન બાબતે ગંભીર ભૂલો કરેલો.

60. મુદ્રા યોજના: સાચું. પ્રધાનમંત્રી મુદ્રા યોજના એપ્રિલ 2015માં શરૂ થઈ

 61. ઉજ્જ્વલા યોજના: વાત ખોટી નથી. મે:2016માં શરૂ થયેલી ઉજ્જ્વલા યોજનાથી ગરીબ પરિવારોની મહિલાઓને LPG કનેક્શન મળ્યાં.

 62. સુરક્ષા વીમા: સાચો દાવો. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મે 2015માં શરૂ થઈ

63. 390 નવી યુનિવર્સિટી: ભ્રામક દાવો. પ્રાઈવેટ યુનીવર્સીટીની સંખ્યા વધુ છે. બદ્ધી કેન્દ્ર સરકારની નથી.

64. સાત નવી IIT: ખોટી વાત નથી. ૨૦૧૪ પછી છેક નવી આઈઆઈટી સ્થપાઈ.

65. સાત નવી IIM: સાચું. અમૃતસર, બોધગયા, નાગપુર, સંબલપુર, સિરમૌર, વિશાખાપટ્ટનમ અને જમ્મુમાં નવી IIM સ્થાપાઈ.

66. 16 નવી IIIT: અડધું સાચું. 2014 પછી અનેક IIIT કાર્યરત થઈ, પરંતુ PPP મોડલ હેઠળ 20 નવી IIIT બનાવવાની યોજના 2010માં જ મંજૂર થઈ હતી.

67. 300 નવી મેડિકલ કૉલેજ: 2014 પછી મેડિકલ કૉલેજોની સંખ્યામાં 300થી વધુનો વધારો થયો છે. તેમાં કેન્દ્ર, રાજ્ય, ખાનગી અને જૂની સંસ્થાઓનું અપગ્રેડેશન સામેલ છે. ‘મોદી સરકારે પોતાની રીતે 300 કૉલેજ બનાવી’ એવી ભાષા ખોટી છે.

68. પંબન બ્રિજનું નિર્માણ: નક્કર દાવો. ભારતનો પ્રથમ vertical:lift railway sea bridge. નવા પંબન બ્રિજનું એપ્રિલ 2025માં ઉદ્ઘાટન થયું.

69. ઋષિકેશ–કર્ણપ્રયાગ રેલવે: 125 કિલોમીટરનો આ પ્રોજેક્ટ 2010:11માં રેલ બજેટમાં સામેલ અને મંજૂર થયો હતો. મોટું બાંધકામ 2014 પછી આગળ વધ્યું, પરંતુ લાઇન હજી પૂર્ણ નથી. અધૂરું કામ છે.

70. ઉત્તરાખંડ ચારધામ માર્ગ: હા. ચારધામ માર્ગ પરિયોજના 2016માં શરૂ થઈ.

71. બ્રહ્મોસ ઉત્પાદન ફેક્ટરી: અડધું સાચું. બ્રહ્મોસ ભારત:રશિયાનો દાયકાઓ જૂનો સંયુક્ત કાર્યક્રમ છે; નવી ફેક્ટરીનો શ્રેય વર્તમાન સરકારને મળે.

72. અમેઠીમાં એસોલ્ટ રાઇફલ ઉત્પાદન: સાચો દાવો પણ રશિયાનો સહયોગ આમાં પણ છે.

73. વંદે ભારત ટ્રેન: સાચો દાવો. ઉપયોગી સગવડ.

74. વક્ફ બોર્ડની મિલકત અંગે કાયદો : કાયદો સાચો, અંતિમ પરિણામ હજુ નક્કી નથી

75. રેલવેમાં બાયો:ટોઇલેટ : DRDO અને રેલવે દ્વારા બાયો:ટોઇલેટ પરનું કામ 2014 પહેલાં શરૂ થયું હતું. મોદી સરકારના સમયમાં કોચમાં તેનો મોટા પાયે અમલ થયો.

 76. કામદારોના કલ્યાણ માટે શ્રમ કાયદા: દાવો ખોટો નથી.

77. GRAM JI યોજના : ‘GRAM JI’ નામે સ્પષ્ટ કેન્દ્રીય યોજના મળતી નથી. કદાચ દાવો નવા VB:G RAM G કાયદા તરફ સંકેત કરે છે. હજુ હમણાં જ આ યોજના આવી.

78. રોડ નિર્માણમાં ભારતે ચીનને પાછળ રાખ્યું: ખોટો દાવો. પુરાવાઓ નથી.

79. 12 લાખ યુવાનોને સરકારી નોકરી: બાર લાખ આંકડો સાચો પણ રોજગાર મેળામાં ઘણી નિયમિત ખાલી જગ્યાની પણ ભરતી થતી રહેતી હોય છ્હે.

80. આઠ લાખથી વધુ કોમર્શિયલ લાઇસન્સ: શેના લાયસન્સ? દાવો અસ્પષ્ટ.

81. 80,000 નવા પેટ્રોલ પંપ: ખોટી વાત. ડીલરશીપ જાહેરાતો બહાર પાડવી અને કાર્યરત પેટ્રોલપંપ હોવા બંને અલગ વાત છે. સાબિત કરો.

82. શૌર્ય સ્થળનું નિર્માણ : દેશમાં ‘શૌર્ય સ્થળ’ કે ‘શૌર્ય સ્મારક’ નામના અનેક સ્થળો વર્ષોથી છે.

83. રેલવે બજેટનું સામાન્ય બજેટમાં વિલીનીકરણ: સાચું. આ લોકકલ્યાણ છે?

84. 9,000થી વધુ નવી શાળાઓ: ભ્રામક આંકડો. ખોટી વાત.

85. ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર: આ તો દરેક સરકાર કરે છે.

86. સરહદ પર ફેન્સિંગ : સાચી કામગીરી, પરંતુ દાયકાઓથી ચાલુ છે.

87. આતંકવાદ સામે સેનાને ખુલ્લું લાઇસન્સ : ખોટી અને જોખમી ભાષા

88. વિકાસ કૌશલ યોજના: સાચો દાવો.

89. નોટબંધી : RBI અનુસાર રદ કરાયેલી નોટોના મૂલ્યમાંથી આશરે 99.3 ટકા બેન્કિંગ સિસ્ટમમાં પરત.

90. ટોલ ગેટ નાબૂદ કરીને FASTag: રીપીટ વાત. ટોલ ગેટ છે જ.

91. ચંદ્રયાન : ચંદ્રયાન:1નું પ્રક્ષેપણ 2008માં થયું.

92. મંગળ મિશન: મંગળયાન 5 નવેમ્બર, 2013ના રોજ લોન્ચ થયું.

93. મલ્ટિ–સેટેલાઇટ સ્ટેબિલાઇઝેશન: આવું કોઈ નામ નથી. હા, ૨૦૧૭ માં એકસાથે ૧૦૪ ઉપગ્રહો તરતા મુકવાનો રેકોર્ડ છે.

94. બિહારમાં પૂરગ્રસ્ત વિસ્તાર ઘટ્યો: ખોટો દાવો.

95. લાઇનોનો અંત: ખોખલો દાવો.

96. સ્માર્ટ સિટીનો વિસ્તાર:  શું કહેવું? સાચો દાવો, હેપી?

97. ખેડૂતો માટે યુરિયા કોટિંગ: નીમ:કોટેડ યુરિયાની મંજૂરી 2008થી હતી.

98. PF ઉપાડ સરળ બનાવ્યો: સાચો દાવો.

99. ખાનગી અને ઘરેલુ ક્ષેત્રમાં પાંચ કરોડ નવી નોકરી: ખોટો આંકડો.

100. કૃષિ કાયદા પસાર થયા હોત તો દલાલી અને બાંગ્લાદેશીઓનાં દબાણો સમાપ્ત થઈ જાત: ફરીથી અસ્પષ્ટ વાત.

આ સો મુદ્દાની તપાસ પછી એક વાત સ્પષ્ટ થાય છે. આ યાદી સંપૂર્ણ બનાવટી નથી. પણ તેમાં માર્કેટિંગ અને અતિશયોક્તિ ઉમેરાઈ છે. પ્લસ, મોદી સરકારની ઘણી નક્કર સિદ્ધિઓનો આમાં ઉલ્લેખ નથી એ રીતે ઘણી નિષ્ફળતાઓની પણ વાત કરી નથી.  મોટા ભાગની યોજનાઓનો પ્રસ્તાવ યુપીએ સરકાર વખતે થયેલો પણ અમલીકરણ પણ બહુ મોટું કામ છે અને તેનો શ્રેય વર્તમાન સરકારને મળે જ. સૌથી વધુ ચિંતાજનક વાત ખોટા દાવા નથી, અડધું સત્ય છે. કારણ કે ખોટું વાક્ય ઝડપથી પકડાઈ જાય છે; અડધું સત્ય સાચા કપડાં પહેરીને વર્ષો સુધી સમાજમાં ફરતું રહે છે.

Tags:

ArtisticBeadsBeadArtBeadCollectionBeadCountingBeadDesignBeadLoversCraftingCommunityCraftingWithBeadsCraftTutorialCreativeCraftsDIYJewelryHollowBeadsJewelryMakingSolidBeadsSolidVsHollowYouTubeCrafts

Share Article

Other Articles

Previous

રાજકોટના લોકમેળાના ફોર્મ સ્વીકારવાની મુદતમાં વધારો

Next

જંતર-મંતરના આંદોલનકારીઓ પર કંગના રણૌતનો પ્રહાર: વિપક્ષે શિક્ષણ અને ગંભીરતા પર ઉઠાવ્યા સવાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 247 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર
1 મિનિટute પહેલા
નર્મદાના સાગબારામાં 4.65 ઈંચ વરસાદ, મધ્ય ગુજરાતમાં ધોધમાર
9 મિનિટutes પહેલા
રાજકોટના લોકમેળામાં રમકડાના 100 સ્ટોલ માટે વેપારીઓની ઉદાસીનતાઃ 31 ફોર્મ ભરાયા
22 મિનિટutes પહેલા
ભવ્યતાના મોહમાં દિવ્યતાનો ભોગ?
26 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3367 Posts

Related Posts

તમામ સરકારી શાળાઓમાં અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમદાવાદમાં વિરાટ કોહલીને મળી ધમકી : પ્રેક્ટિસ મેચ અને પ્રેસ કોન્ફરન્સ કરી રદ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ગ્લાસગોમાં મુરલી શ્રીશંકરે લોંગ જમ્પમાં જીત્યો સતત બીજો સિલ્વર મેડલ
સ્પોર્ટ્સ
23 કલાક પહેલા
ધર્મની માનેલી બહેનના સગા ભાઈએ યુવકને આપી મારી નાખવાની ધમકી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર