Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

વાંગચૂકને બચાવવા જરૂરી હોય એ બધા જ પગલાં લેવા દિલ્હી હાઇકોર્ટની સૂચના

Thu, July 16 2026

19મા દિવસે પણ અનિશ્ચિત ઉપવાસ યથાવત; રોજ સરકારી ડૉક્ટરો દ્વારા આરોગ્ય તપાસ કરાવવાનો પણ આદેશ

અનિશ્ચિત ઉપવાસના 19મા દિવસે પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચૂકના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને તેમનો જીવ બચાવવા જરૂરી હોય તેવા તમામ તબીબી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દરેક નાગરિકનું જીવન અમૂલ્ય છે અને તેને બચાવવા માટે સત્તાવાળાઓએ તમામ પ્રયાસો કરવા જ જોઈએ.

કોર્ટે આ આદેશ એક એવી અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો ઉપવાસ ન તોડે તો 59 વર્ષીય વાંગચૂક આગામી 48 કલાકમાં ગંભીર જોખમમાં આવી શકે છે અરજીમાં સરકાર પર તેમની સ્થિતિ પ્રત્યે અસંવેદનશીલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અરજીમાં વાંગચૂકે અત્યાર સુધીમાં આશરે 8.5 કિલોગ્રામ વજન ગુમાવ્યું હોવાનું જણાવી  તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડી જરૂરી પોષક તત્ત્વો, વિટામિન અને મિનરલ્સ પ્રવાહી આહારના સ્વરૂપમાં આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. અરજીમાં એ પણ જણાવાયું હતું કે શાંતિપૂર્ણ વિરોધ કરવો નાગરિકનો મૂળભૂત લોકશાહી અધિકાર છે, પરંતુ જો વાંગચૂકનું ઉપવાસ દરમિયાન મૃત્યુ થાય તો તે દેશ અને વિશ્વ માટે શરમજનક ઘટના ગણાશે.

આ પણ વાંચો: રઘુરામ રાજનના અમેરિકામાં ડંકા: સરકારે ફુગાવો કાબૂમાં રાખવાની જવાબદારી સોંપી

સુનાવણી દરમિયાન કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે વાંગચૂકના આરોગ્યની નિયમિત દેખરેખ માટે સરકાર તરફથી શું વ્યવસ્થા કરવામાં આવી છે. તેના જવાબમાં મહેતાએ જણાવ્યું હતું કે દરરોજ તેમની તબીબી તપાસ કરવામાં આવે છે, જોકે દરેક વખતે સરકારી ડૉક્ટરો જ તપાસ કરતા નથી અને કેટલીક વખત ખાનગી ડૉક્ટરો પણ તપાસ કરે છે.

આ જવાબથી અસંતોષ વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું કે વાંગચૂકની દરરોજ સરકારી ડૉક્ટરો દ્વારા આરોગ્ય તપાસ થવી જોઈએ અને તેમના રિપોર્ટના આધારે જો કોઈ દવા કે અન્ય તબીબી હસ્તક્ષેપ જરૂરી હોય તો સરકાર તરત કાર્યવાહી કરે. કોર્ટે ફરી ભારપૂર્વક કહ્યું કે દરેક જીવન કિંમતી છે અને તેને બચાવવા માટે જરૂરી તમામ પ્રયાસો થવા જોઈએ.

“ઉપવાસ નહીં તોડું, લોકો 20 જુલાઈએ મોટી સંખ્યામાં જોડાય”: વાંગચૂક

દિલ્હી હાઇકોર્ટના આદેશ પહેલાં સોનમ વાંગચૂકે એક ભાવુક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે લાંબા ઉપવાસને કારણે શરીરમાં નબળાઈ આવી છે અને સ્નાયુઓ થાકી રહ્યા છે, પરંતુ તેમની સ્થિતિ હજુ નિયંત્રણમાં છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યા વિના તેઓ ઉપવાસ સમાપ્ત કરશે નહીં, કારણ કે તેનાથી ખોટો સંદેશ જશે. વાંગચૂકે લોકોને 20 જુલાઈએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે આ મુદ્દો સાંસદો સુધી પહોંચશે ત્યારે જ તેમને લાગશે કે તેમની લડત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. સાથે જ તેમણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પણ આ આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી.

Tags:

AdvocacycourtcaseCourtOrderDelhiHighCourtDelhiNewsHumanRightsIndianJusticeJudicialSystemJusticeForWangchukLegalActionLegalAwarenessPublicInterestRightsAndJusticeSaveWangchukWangchuk

Share Article

Other Articles

Previous

હોર્મુઝમાં ભારતીય ખલાસીઓને ન મોકલવા શિપિંગ કંપનીઓને આદેશ

Next

રઘુરામ રાજનના અમેરિકામાં ડંકા: સરકારે ફુગાવો કાબૂમાં રાખવાની જવાબદારી સોંપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
હોર્મુઝમાં ભારતીય ખલાસીઓને ન મોકલવા શિપિંગ કંપનીઓને આદેશ
21 મિનિટutes પહેલા
વાંગચૂકને બચાવવા જરૂરી હોય એ બધા જ પગલાં લેવા દિલ્હી હાઇકોર્ટની સૂચના
24 મિનિટutes પહેલા
રઘુરામ રાજનના અમેરિકામાં ડંકા: સરકારે ફુગાવો કાબૂમાં રાખવાની જવાબદારી સોંપી
28 મિનિટutes પહેલા
ગતિમાપક યંત્ર ગોઠવી રહેલા ટ્રાફિક પોલીસનું જ બેફામ કાર અડફેટે મોત
30 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3277 Posts

Related Posts

‘ભારતનો ભૂતપૂર્વ જાસૂસ’ વિકાસ યાદવ કોણ છે, જેના પર અમેરીકાએ પન્નુનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો? 
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ગુજરાતના ભાજપના રાજ્યસભાના ચાર ઉમેદવારો જાહેર : જે.પી. નડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક, જસવંતસિંહ પરમાર
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ SOGએ જંગલેશ્વરમાંથી ૫૧.૮૬૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી રફીક જુણેજા અને અસલમ સૈયદના ૧૦ દિવસના રિમાન્ડ સેશન્સ કોર્ટે રદ કર્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઓહ !! ૧૪૦ કરોડ લોકોના દિલ તૂટ્યા
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર