Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મોદી સામે મોટો રાજકીય પડકાર, કોઈના દબાણ સામે ન ઝૂકતા હોવાનો ભ્રમ ભાંગ્યો

Mon, July 27 2026

વિશ્વભરના પ્રસાર માધ્યમોએ આંદોલનનું ગ્રાઉન્ડ ઝીરો કવરેજ કર્યું

પોલીસે કાર્યવાહી અને Gen Z યુવાનોની અપેક્ષાઓને વાચા આપી

ભારતમાં રાજકીય જવાબદારીના મુદ્દે ચિંતનાત્મક વિશ્લેષણ

NEET-UG 2026 પેપર લીકના આરોપોથી શરૂ થયેલું કોકરોચ જનતા પાર્ટી (CJP)નું વિદ્યાર્થી આંદોલન માત્ર શિક્ષણ વ્યવસ્થાના પ્રશ્ન સુધી સીમિત ન રહેતા ભારતના શાસન, યુવાનોની અપેક્ષાઓ અને રાજકીય જવાબદારી અંગે વૈશ્વિક ચર્ચાનો વિષય બની ગયું છે. વિતેલા દિવસો દરમિયાન દિલ્હીની સડકો પર હજારો વિદ્યાર્થીઓના ધરણા, પોલીસના લાઠીચાર્જ અને ટીયર ગેસના દૃશ્યો વિશ્વભરના અગ્રણી પ્રસાર માધ્યમોમાં મુખ્ય સ્થાન પામ્યા. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આ કવરેજને વધુ વેગ મળ્યો અને અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ તેને મોદી સરકારના ત્રીજા કાર્યકાળ સામેના મહત્વપૂર્ણ રાજકીય પડકાર તરીકે રજૂ કર્યું.

દરેક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાએ આંદોલનને અલગ દૃષ્ટિકોણથી રજૂ કર્યું હોવા છતાં તમામના અહેવાલોમાં એક બાબત સ્પષ્ટ જોવા મળી કે આ વિરોધ માત્ર પરીક્ષા ગેરરીતિઓ સુધી મર્યાદિત રહ્યો નહોતો. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી પહોંચતા આંદોલનને યુવાનોમાં વધતી નિરાશા, રોજગારની તકો, સુશાસન અને દેશના ભવિષ્ય અંગેની ચિંતાના વ્યાપક પ્રતીક તરીકે જોવામાં આવ્યું.

આ પણ વાંચો: ગંગા નદીમાં ચિકન ન ખાઈ શકાય એવો કોઈ કાયદો નથી : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભુયાન

પ્રસાર માધ્યમોએ એ મુદ્દો વિશેષ હાઈલાઈટ કર્યો કે કોઈના દબાણ સામે ન ઝૂકતા હોવાની વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠાને આંચ આવી છે.વિવિધ અહેવાલોમાં જણાવવામાં આવ્યું કે આ આંદોલન અને તેની ફળશ્રુતિએ સાબિત કર્યું કે દરેક વિરોધને લાઠી ગોળીથી દબાવી નથી શકાતો.વિવિધ પ્રસાર માધ્યમોએ આંદોલનો ના બદલાયેલા સ્વરૂપ તેમ જ ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના પ્રભાવ અંગે પણ ચર્ચા કરી.

Reuters — રાજકીય અસર પર સૌથી વધુ ભાર

મોદી સરકાર માટે આંદોલનને મોટો રાજકીય પડકાર ગણાવ્યો.

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું “આશ્ચર્યજનક” ગણાવ્યું.

મોદી સામાન્ય રીતે જાહેર દબાણ સામે ન ઝૂકતા હોવાની છબીનો ઉલ્લેખ કર્યો.

ભાજપ માટે યુવા મતદારોનું મહત્વ વિશેષ રીતે દર્શાવ્યું.

પરીક્ષા ગેરરીતિઓ ઉપરાંત બેરોજગારી અને યુવાનોની અસંતોષની ચર્ચા કરી.

 CNN — સુશાસન અને બેરોજગારી પર ફોકસ

રાજીનામાને મોદી સરકાર સામેનો દુર્લભ પડકાર ગણાવ્યો.

માત્ર પેપર લીક નહીં, પરંતુ ગવર્નન્સના પ્રશ્નો પર ભાર મૂક્યો.

યુવા બેરોજગારીને આંદોલનનું મુખ્ય કારણ ગણાવ્યું.

ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં વધતી નિરાશા દર્શાવી.

જવાબદારી અને પારદર્શિતાના પ્રશ્નો ઉઠાવ્યા.

 BBC — નવ નિર્માણ આંદોલન સાથે સરખામણી

તાજેતરના વર્ષોમાં ભારતનું સૌથી મોટું વિદ્યાર્થી આંદોલન ગણાવ્યું.

1970ના દાયકાના નવ નિર્માણ આંદોલન સાથે તુલના કરી.

વિદ્યાર્થી આંદોલનો રાજકીય પરિવર્તન લાવી શકે છે તેમ નોંધ્યું.

શિક્ષણ અને શાસન અંગે વ્યાપક અસંતોષ દર્શાવ્યો.

આંદોલન લાંબા ગાળે ટકી શકશે કે નહીં તે પ્રશ્ન પણ ઉઠાવ્યો.

The Guardian — સેલિબ્રિટીઓની ચૂપકીદી પર સવાલ

રાજકીય અસર કરતાં સામાજિક પ્રતિસાદ પર ભાર મૂક્યો.

વિદ્યાર્થીઓ સામેની પોલીસ કાર્યવાહી દરમિયાન સેલિબ્રિટીઓની મૌન ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવ્યો.

વૈશ્વિક મુદ્દાઓ પર બોલતા કલાકારો દેશમાં કેમ મૌન રહ્યા તે ચર્ચ્યું.

વિરોધીઓમાં આ મુદ્દે ભારે નારાજગી હોવાનું લખ્યું.

કેટલાક જાણીતા ચહેરાઓ મોડા તબક્કે બોલ્યા હોવાનું નોંધ્યું.

Al Jazeera — જાહેર અસંતોષનું મોટું પ્રતીક

છેલ્લા કેટલાક વર્ષોમાં મોદી સરકાર સામેનું સૌથી સ્પષ્ટ જાહેર અસંતોષ ગણાવ્યો.

પેપર લીકથી શરૂ થયેલું આંદોલન ભ્રષ્ટાચાર અને સુશાસન સુધી પહોંચ્યું હોવાનું જણાવ્યું.

રોજગાર અને તકો અંગે યુવાનોની ચિંતાઓને કેન્દ્રમાં રાખી.

Gen Z અને સરકાર વચ્ચેનું વધતું અંતર દર્શાવ્યું.

સરકાર પર વધતા દબાણની ચર્ચા કરી.

South China Morning Post — કેમ્પસથી રસ્તા સુધી

આંદોલન યુનિવર્સિટી કેમ્પસની બહાર ફેલાયું હોવાનું જણાવ્યું.

વિરોધ પક્ષો અને નાગરિક સમાજના સમર્થનનો ઉલ્લેખ કર્યો.

રોજગાર, ભ્રષ્ટાચાર અને શાસન અંગે અસંતોષ દર્શાવ્યો.

ભાજપે નૈતિક ઊંચાઈનો કેટલાક અંશે ગુમાવી હોવાનો રાજકીય અભિપ્રાય પ્રકાશિત કર્યો.

દેશવ્યાપી જનઅસંતોષના સંકેત તરીકે આંદોલન રજૂ કર્યું.

Tags:

CurrentAffairsDemocracyInIndiaIndianPoliticsIndiaPoliticsLeadershipCrisisModiChallengeModiGovernmentModiVsOppositionPoliticalAnalysisPoliticalDebatePoliticalIllusionPoliticalPressurePoliticalRealityPoliticalReformPublicOpinion

Share Article

Other Articles

Previous

10 ફૂટનો સાવેણો: નિયમ કરતા વધારે કામ સામે રાજકોટમાં સફાઈ કામદારોનો નવતર વિરોધ

Next

ગંગા નદીમાં ચિકન ન ખાઈ શકાય એવો કોઈ કાયદો નથી : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભુયાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
કોકરોચ જનતા પાર્ટીની સરકારને કડી ચેતવણી
3 કલાક પહેલા
કાવડ યાત્રા: દિલ્હી – હરિદ્વાર હાઈવે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ
4 કલાક પહેલા
ભાજપના સભ્યો દ્વારા સંસદ પરિસરમાં ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદના જોશીલા નારા
4 કલાક પહેલા
કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3339 Posts

Related Posts

પાકિસ્તાનમાં માનવ અધિકાર ઉલ્લંઘનના મામલાઓની ભરમાર છે, અમને લેક્ચર દેવાનીજરૂર નથી : સંયુક્ત રાષ્ટ્રમાં પાકની ભારતે કરી ધોલાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દાદા સરકારનું નવું મંત્રીમંડળ : 19 નવા ચહેરાઓ, 8 કેબિનેટ મંત્રી, આ દિગ્ગજોનું પત્તું કપાયું, જાણો કોને પડતાં મુકાયા
ગુજરાત
9 મહિના પહેલા
અંતે યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત, યુએસના શાંતિ પ્રસ્તાવને સમર્થન
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજનાથ સિંહ માલદીવના સંરક્ષણ પ્રધાનને મળશે : દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર થશે વાતચીત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર