ભારત મંડપમમાં 3 દિવસ મહામંથન, PM મોદીનો ફૂલ શેડ્યૂલ જાહેર
દિલ્હી આજથી 3 દિવસ માટે વિશ્વની રાજધાની બની ગયું છે. ભારત મંડપમ અને હૈદરાબાદ હાઉસમાં 18મી BRICS સમિટનો પાવર શો શરૂ થયો છે. PM નરેન્દ્ર મોદી 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન રશિયાના પુતિન, ચીનના શી જિનપિંગ, ઈરાનના પેઝેશ્કિયાન સહિત એક ડઝનથી વધુ વિશ્વ નેતાઓને મળશે. પુતિન આજે દિલ્હી પહોંચી ચૂક્યા છે. આ સમિટને કારણે આજે દિલ્હીમાં શાળાઓ બંધ છે અને 4800 ટ્રાફિક પોલીસ તૈનાત છે.
3 દિવસમાં PM મોદી કોને મળશે? – ફૂલ શેડ્યૂલ
11 સપ્ટેમ્બર (શુક્રવાર) – દિવસ 1:
આજે તૈયારીનો દિવસ છે. PM મોદીની 3 મોટી બેઠકો છે.
બપોરે 3:30 વાગ્યે: ભારત મંડપમ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક. વેપાર, ઉર્જા, સંરક્ષણ એજન્ડા પર રહેશે.
સાંજે 6:30 વાગ્યે: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત.
સાંજે 7:30 વાગ્યે: UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે બેઠક.
12 સપ્ટેમ્બર (શનિવાર) – સૌથી વ્યસ્ત દિવસ, સમિટનો મુખ્ય દિવસ:
સવારે 10:00 વાગ્યે: હૈદરાબાદ હાઉસ ખાતે ઇથોપિયાના PM અબી અહેમદ સાથે બેઠક.
સવારે 10:30 વાગ્યે: મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે મુલાકાત.
સવારે 11:30 વાગ્યે: અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ અને વિયેતનામના PM લે મિન્હ હંગ સાથે બેઠક. આ જ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ઈરાનના રાષ્ટ્રપતિને મળશે.
સૌથી મહત્વની બેઠક – સાંજે 6:30 વાગ્યે: ભારત મંડપમ ખાતે PM મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. સીમા વિવાદ અને વેપાર પર મંથન થશે. જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં પોલીસનું હથિયાર છીનવવાની કોશિશ કરનાર કુખ્યાત આરોપી પર ક્રાઈમ બ્રાન્ચનું ફાયરિંગ
શનિવારે BRICS સમિટનો એજન્ડા:
બપોરે 2 વાગ્યાથી નેતાઓ ભારત મંડપમ પહોંચશે. બપોરે 2:35 વાગ્યે સમાવિષ્ટ વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતા પર બંધ બારણે બેઠક. સાંજે 4:30 વાગ્યે “ભારત ઇનોવેટ્સ” પ્રદર્શન, 5:10 વાગ્યે નેતાઓ સાથે વૃક્ષારોપણ અને 7:30 વાગ્યે PM દ્વારા ગાલા ડિનર.
13 સપ્ટેમ્બર (રવિવાર) – અંતિમ દિવસ:
બપોરે 2:30 વાગ્યે: કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ ટોકાયેવ સાથે
બપોરે 3:00 વાગ્યે: ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસ જુનિયર સાથે
બપોરે 3:30 વાગ્યે: ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી સાથે
બપોરે 3:40 વાગ્યે: દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા સાથે મુલાકાત.
સવારે 11:15 વાગ્યે: સમિટનું ઓપન સત્ર અને ત્યારબાદ સમાપન.
આજે દિલ્હીમાં શું બદલાયું?
આજે ટ્રાફિકથી બચવા માટે શિક્ષણ નિયામક હેઠળની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ પોલીસ વચ્ચે સંકલન બેઠક થઈ છે. ડ્રોન સર્વેલન્સ, હોટલ ચેકિંગ અને બોર્ડર ચેકિંગ શરૂ છે. સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશનનું મેટ્રો મ્યુઝિયમ અને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમ, અમૃત ઉદ્યાન 13 સપ્ટેમ્બર સુધી જનતા માટે બંધ છે.
ટ્રાફિક પ્લાન: કયા રસ્તા બંધ?
3 દિવસ માટે 4800 ટ્રાફિક પોલીસ તૈનાત છે. સરદાર પટેલ માર્ગ, મથુરા રોડ, જનપથ, અશોકા રોડ, તીન મૂર્તિ માર્ગ, અકબર રોડ સહિત 35 મુખ્ય રસ્તાઓ નિયંત્રિત રહેશે. કનોટ પ્લેસ, પટેલ ચોક સહિત 22 સ્થળોએ ડાયવર્ઝન રહેશે. નવી દિલ્હી સ્ટેશન જવા માટે ISBT કાશ્મીરી ગેટ રૂટ અને નિઝામુદ્દીન માટે રિંગ રોડ – આશ્રમ ચોક રૂટ વાપરવાની સલાહ છે.
પુતિનની મુલાકાત કેમ ખાસ?
ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિન પહેલીવાર રશિયાની બહાર BRICS સમિટમાં રૂબરૂ હાજરી આપી રહ્યા છે. તેમની સાથે મોટું પ્રતિનિધિમંડળ છે. બ્રહ્મોસ મિસાઇલ અપગ્રેડ, S-400ની બાકી ડિલિવરી અને સુખોઈ-57 ફાઇટર જેટ પર ચર્ચા થશે. એરપોર્ટ પર વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું હતું.
આ BRICS સમિટ ખાદ્ય સુરક્ષા, ઉર્જા, આરોગ્ય અને સપ્લાય ચેઇન જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત છે. વૈશ્વિક અર્થતંત્ર રશિયા-યુક્રેન યુદ્ધ અને હોર્મુઝ સંકટથી ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત પોતાને ગ્લોબલ સાઉથના પુલ તરીકે રજૂ કરી રહ્યું છે.
